android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
સગાઈ રેન્જમાં ગેરકાયદે લઇ જવાતાં રૂા. 1.32 લાખના લાકડા ઝડપાયા

calendar_todaySeptember 8, 2026

સગાઈ રેન્જમાં ગેરકાયદે લઇ જવાતાં રૂા. 1.32 લાખના લાકડા ઝડપાયા

સગાઇ રેન્જમાં વનવિભાગના પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદે સાગી લાકડા કાપીને બોલેરો પીકઅપમાં લઇ જવાતો રૂા.1,32,697ના જથ્થા સાથે બે ઇસમની પોલીસે વનવિભાગે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સગાઈ રેન્જના RFO જે.એ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વનવિભાગના સ્ટાફ્ દ્વારા તા. 2-9-26ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અંગત બાતમીને આધારે બંટાવાડી ગામની સીમ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. ત્યારે શંકાસ્પદ રીતે પસાર થતી બોલેરો પીકઅપ ગાડી નં.GJ-19-Y-0318નો પીછો કરી તેને રોકી હતી. જેમાં તપાસ કરતાં તેમાં સાગી લાકડાના ચોરસ નંગ-28, કુલ 2.170 ઘનમીટર જથ્થો મળી આવ્યો હતો.

જપ્ત કરાયેલા સાગી લાકડાંની અંદાજિત કિં. રૂા.1,32,697 હોવાનું જાણવા મળ્યું છે. વનવિભાગના સ્ટાફ્ દ્વારા લાકડાના જથ્થા સાથે બોલેરો પીકઅપ વાહન પણ જપ્ત કરાયું હતું. આ મામલે વાહનચાલક સોમા સોનજી વસાવા, (રહે. કનબુડી, તા. દેડિયાપાડા) તેમજ તપાસ દરમિયાન મળેલ ખાનસીંગ નગરીયા વસાવા, (રહે. નાની સીંગલોટી, તા. દેડિયાપાડા) સામે કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે. જપ્ત કરાયેલા સાગી લાકડાની કિં. રૂ.1,32,697 તથા બોલેરો પીકઅપ વાહનની કિં. રૂ. 4,50,000 મળી કુલ રૂ. 5,82,697નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જંગલ સંપત્તિની હેરાફેરી ઝડપાતા હવે સમગ્ર મામલે વધુ તપાસ જરૂરી બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો