android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
બાળકોના ભણતરથી લઈને ઓફિસના ભોજન સુધી, જાણો 1 April થી બદલાઇ જશે આ નિયમો

calendar_todayMarch 20, 2026

બાળકોના ભણતરથી લઈને ઓફિસના ભોજન સુધી, જાણો 1 April થી બદલાઇ જશે આ નિયમો

કેન્દ્ર સરકાર આગામી 1 એપ્રિલ, 2026થી દેશની આવકવેરા પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. જૂની ટેક્સ સિસ્ટમને સ્થાને હવે નવો આવકવેરા કાયદો લાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ નવા ડ્રાફ્ટ મુજબ, હાલના ૫૧૧ નિયમોને ઘટાડીને ૩૩૩ કરી દેવામાં આવશે. આ ફેરફારોની સીધી અસર નોકરિયાત વર્ગના પગાર, કંપની દ્વારા અપાતા મકાન, કાર અને અન્ય ભથ્થાં પર પડશે.

કંપનીના ઘર (Rent Free Accommodation) પર રાહત

નવા નિયમો મુજબ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા ઘર પરના ટેક્સની ગણતરી હવે શહેરની વસ્તીના આધારે થશે.

40 લાખથી વધુ વસ્તી: વેતનના 10% ટેક્સ (જે પહેલા ૧૫% સુધી હતો).

1.5 થી 40 લાખ વસ્તી: 7.5% ટેક્સ.

નાના શહેરો: માત્ર 5% ટેક્સ.

આ ફેરફારથી મેટ્રો શહેરોમાં રહેતા કર્મચારીઓના હાથમાં વધુ પગાર (Take home salary) આવશે.

કાર અને ડ્રાઇવરના નિયમોમાં ફેરફાર

કંપની તરફથી મળતી કાર અને ડ્રાઇવરની સુવિધાના ટેક્સ દરમાં સુધારો કરાયો છે. 1.6 લિટર સુધીના એન્જિનવાળી કાર માટે દર મહિને ₹5000 અને તેનાથી મોટી કાર માટે ₹7000 ટેક્સ ફિક્સ કરાયો છે. ડ્રાઇવરની સુવિધા માટે ₹3000 ટેક્સ લાગશે. અગાઉ આ દરો ઘણા ઓછા હતા, જે હવે વાસ્તવિક મૂલ્યની નજીક લાવવામાં આવ્યા છે.

ભોજન અને ભેટ પર મોટી છૂટ

કર્મચારીઓને ઓફિસમાં મળતા મફત ભોજન પરની કરમુક્તિ મર્યાદા પ્રતિ ભોજન ₹50 થી વધારીને ₹200 કરવામાં આવી છે. તેવી જ રીતે, વર્ષ દરમિયાન મળતી ભેટ કે વાઉચરની મર્યાદા પણ ₹5000 થી વધારીને ₹15000 કરાઈ છે. આનાથી તહેવારોમાં મળતા બોનસ કે પુરસ્કારો પર ટેક્સનો બોજ ઘટશે.

બાળકોનું શિક્ષણ અને હોસ્ટેલ ભથ્થું

વાલીઓ પરનો આર્થિક ભાર ઘટાડવા માટે, શિક્ષણ ભથ્થું હવે પ્રતિ બાળક દર મહિને ₹3000 અને હોસ્ટેલ ભથ્થું ₹9000 સુધી કરમુક્ત રહેશે. આ અગાઉના જૂના દરો (જે ₹100-300 હતા) ની સરખામણીએ ઘણો મોટો વધારો છે.

વ્યાજમુક્ત લોન અને અન્ય જોગવાઈઓ

બીમારી કે અન્ય જરૂરિયાતો માટે કંપની પાસેથી લીધેલી ₹2 લાખ સુધીની વ્યાજમુક્ત લોન પર હવે કોઈ ટેક્સ નહીં લાગે. જોકે, ભાડાના મકાનમાં રહેતા લોકોએ જો વાર્ષિક ₹ 1 લાખથી વધુ ભાડું ચૂકવતા હોય, તો મકાનમાલિક સાથેના સંબંધો જાહેર કરવા ફરજિયાત બનશે.

આ પણ વાંચોઃ UAE નો ઇરાન પર સાયલન્ટ પ્રહાર, હથિયાર ઉઠાવ્યા વિના ઈરાન સામે બદલો