android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
10 દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો... 19 વર્ષમાં 11મી વખત માતા બની સુનિતા

calendar_todayJanuary 7, 2026

10 દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો... 19 વર્ષમાં 11મી વખત માતા બની સુનિતા

પહેલાના સમયમાં આપણે ઘણી વાર સાંભળ્યું છે કે દીકરા માટે લોકો અંધશ્રદ્ધા, દબાણ અને ક્યારેક અણમાનવીય નિર્ણય પણ લેતા હતા. આશ્ચર્યની વાત એ છે કે ટેકનોલોજી અને આધુનિકતાના યુગમાં પણ દીકરાની ઝંખના અનેક પરિવારોમાં જીવંત છે. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભૂના બ્લોકમાં આવેલા ધાની ભોજરાજ ગામમાંથી આવી જ એક અનોખી અને વિચારપ્રેરક વાર્તા સામે આવી છે.

19 વર્ષે બની 11માં દિકરાની માં

આ ગામમાં રહેતા સંજય અને તેમની પત્ની સુનિતા છેલ્લા 19 વર્ષથી લગ્નજીવનમાં છે. આ લાંબા સમયગાળા દરમિયાન તેમને 10 દીકરીઓનો આશીર્વાદ મળ્યો. આર્થિક સંઘર્ષ હોવા છતાં, સંજય અને સુનિતાએ ક્યારેય પોતાની દીકરીઓને બોજ માન્યા નથી. સંજય ગર્વથી કહે છે કે તેણે હંમેશા દીકરીઓને દીકરાઓ જેવી જ પરવરિશ આપી છે. ગામલોકોના ટોણા અને વાતો વચ્ચે પણ તેમણે પોતાની દીકરીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મસન્માન આપવાનું ક્યારેય છોડ્યું નથી.

મોટી દિકરી 18 વર્ષની

પરિવારની મોટી દીકરી આજે 18 વર્ષની છે અને ધોરણ 12માં અભ્યાસ કરે છે. બાકીની દીકરીઓ પણ નિયમિત ભણે છે. મર્યાદિત સાધનો હોવા છતાં, આ પરિવાર આજે સમગ્ર વિસ્તારમાં એક ઉદાહરણ તરીકે ઓળખાય છે.

11માં બાળકનો જન્મ

તાજેતરમાં, સુનિતાએ તેમના 11મા બાળકને જન્મ આપ્યો અને આ વખતે પરિવારને દીકરાનો આશીર્વાદ મળ્યો. ખાસ વાત એ છે કે સુનિતાની 11મી ડિલિવરી પણ સામાન્ય રહી. બાળકને જન્મ સમયે લોહીની ઉણપ હતી, પરંતુ સમયસર સારવારથી આજે માતા અને પુત્ર બંને સ્વસ્થ છે.

દીકરાના જન્મથી ગામમાં ખુશી

દીકરાના જન્મથી પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ છે. સંજયની માતા માયા દેવીની વર્ષો જૂની ઇચ્છા પૂરી થઈ છે. તેઓ ભાવુક થઈને કહે છે કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી. જોકે સંજય સ્પષ્ટ કહે છે કે દીકરો ખુશી લાવ્યો છે, પરંતુ દીકરીઓ તેમના જીવનની સૌથી મોટી સંપત્તિ છે. આર્થિક મુશ્કેલીઓ, બેરોજગારી અને સંઘર્ષ છતાં, આ પરિવારનું ઉત્સાહ અને મૂલ્યો આજે પણ અડગ છે.

આ પણ વાંચો : Americaના મિનેપોલિસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઇમિગ્રેશન ઓપરેશન.