android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા યોજાઈ

calendar_todaySeptember 1, 2026

વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા યોજાઈ

વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી સમાવેશ કરેલા અને શહેર સમીપ આવેલા ભોજવા વિસ્તારમાં 200 વર્ષ જૂની પારંપારિક બળેવ દોડ સ્પર્ધાનું રક્ષાબંધનના પર્વેયોજી ગામની સંસ્કૃતિ જાળવવામાં આવી હતી. ભોજવા ગામમાં પટેલ, દરબાર, મુસ્લિમ, દલિત, રબારી, ઠાકોર, પ્રજાપતિ સહિતના સમાજ વસે છે. જેમાં મોટાભાગના લોકો વર્ષોથી ખેતી ધરાવતા હોઈ મહેનતું પ્રજા છે. રક્ષાબંધનનું પર્વ ચોમાસામાં આવતું હોય આ દિવસે ગામમાં બળેવની દોડ વરસોથી વડવાઓ દ્વારા યોજવામાં આવતી. જેમાં ગ્રામ પંચાયત ચોકમાં સ્વૈચ્છિક રીતે ચાર યુવાનો ભાગ લઈ શકે અને તેમના વચ્ચે બસ્સો મીટર અંતરની દોડ સ્પર્ધા યોજાય. વિજેતા બને તેને ખેતી માટે હાથ બનાવટનું પ્રતીક હળ સાથે સુખડીનો પ્રસાદ તેમજ રોકડ આપવામાં આવે. જે બસ્સો વર્ષ પહેલા વડવાઓએ શરૂ કરેલી પરંપરા મુજબ ગત શુક્રવારે રક્ષાબંધન પર્વ નિમિત્તે ગ્રામ્યજનોની મેદની વચ્ચે હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં કુલ ચાર યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર વિજય જીલુભાઈ ભોજવિયા આવ્યા હતા. ગ્રામ્ય લોકોએ તેને વધાવી લીધો હતો અને પરંપરા મુજબ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો