android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
200ના દરની નોટો દઈ 500ની નોટો લેવા આવેલો યુવાન 20 હજાર લઈ છૂ

calendar_todayMarch 10, 2026

200ના દરની નોટો દઈ 500ની નોટો લેવા આવેલો યુવાન 20 હજાર લઈ છૂ

વઢવાણના ઉપાસના સર્કલ પાસે આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાંચ આવેલી છે. તા. 23-2ના રોજ બપોરના સમયે બેંકમાં કેશીયર તરીકે પ્રાંચીબેન અજમેરા ફરજ બજાવતા હતા. આ સમયે એક યુવાન કેશ કાઉન્ટરે આવ્યો હતો. અને 200ના દરની 20 હજાર રૂપીયાની નોટો આપીને 20 હજારની 500ના દરની નોટની માંગણી કરી હતી. આથે કેશીયરે 500ના દરની 40 નોટો ગણીને આ યુવાનને આપી હતી. જેમાં યુવાને મારે જુની નોટો નથી જોઈતી, ફ્રેશ જોઈએ છે તેમ કહી 500ના દરની નોટો પરત આપી 200ના દરની નોટો માંગી હતી. જે કેશીયરે આ યુવાનને પરત આપી હતી. બાદમાં આ યુવાન જતો રહ્યો હતો. જયારે મોડેથી કેશીયરે કેશ ગણતા રૂપીયા 20 હજારની ઘટ આવી હતી. આથી સીસીટીવી ચેક કરતા આ યુવાન કેશીયરની નજર ચુકવી 500ના દરની નોટો કિંમત રૂપીયા 20 હજારની લેતો નજરે પડયો હતો. આથી જે તે સમયે ઓનલાઈન એફઆઈઆર કરાઈ હતી.

બાદમાં રાજકોટ એ ડીવીઝન પોલીસના હાથે આ યુવાન ઝડપાયો હતો અને તેનું નામે મહેશ ગુર્જર હોવાનું સામે આવ્યુ હતુ. આથી બેંકના મેનેજર ગોપાલભાઈ મેરે આ શખ્સ સામે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે રૂપીયા 20 હજારની ચોરીની ફરિયાદ નોંધાવી છે. રાજકોટ એ ડીવીઝન પોલીસે આરોપી મહેશ ગુર્જર સાથે તેના મિત્ર સુભાષ કુશવાહને ઝડપી લીધો છે. બન્ને એમપીના ભોપાલના વતની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam