android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા મેગા આરોગ્ય કેમ્પનું આયોજન, 223 દર્દીઓએ લીધો લાભ

calendar_todayMarch 14, 2026

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા મેગા આરોગ્ય કેમ્પનું આયોજન, 223 દર્દીઓએ લીધો લાભ

ભાવનગર શહેરના કરચલિયા પારા વિસ્તારમાં આવેલી કોલી સમાજની વાડી ખાતે ગત 14 માર્ચના રોજ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 9:00 થી બપોરે 1:30 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉમટી પડીને આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

આંખની તપાસ અને મફત ચશ્માનું વિતરણ

આ કેમ્પમાં મુખ્યત્વે આંખોની તપાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની આંખો તપાસવામાં આવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 12 જેટલા દર્દીઓમાં મોતિયાબિંદની સમસ્યા જણાતા તેમને મફત ઓપરેશન માટે રિફર કરવામાં આવ્યા છે, અને ઓપરેશનની આગામી તારીખો ફાળવી દેવામાં આવી છે.




એનિમિયા મુક્ત અભિયાન

સ્ત્રીઓ અને બાળકોમાં જોવા મળતી લોહીની ઉણપને દૂર કરવા માટે 162 લોકોનું હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે દર્દીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળ્યું, તેમને ક્લબ તરફથી 3 મહિનાનો આયર્ન ટેબ્લેટ્સનો કોર્સ પણ નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો.

આ સેવાકીય પ્રવૃત્તિમાં ક્લબ પ્રેસિડેન્ટ નમ્રતા ચઢ્ઢા, સેક્રેટરી સુનીતા શાહ તેમજ સભ્યો કૃષ્ણા શાહ, મણાલી કનકિયા, અમી શાહ અને કાશ્મીરા કોઠારીએ ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી. રોટરી ક્લબની આ પહેલને સ્થાનિકોએ બિરદાવી હતી.


આ પણ વાંચો - Bhavnagarના વલ્લભીપુરમાં શિક્ષણ જગત લજવાયું, ગંભીરસિંહ હાઈસ્કૂલની બહાર જોવા મળ્યા કાપલીઓના ઢગલા