android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ઉમરગામમાં ટાસ્કફોર્સનું ચેકિંગ 28 દુકાનદારોને 5600નો દંડ

calendar_todaySeptember 3, 2026

ઉમરગામમાં ટાસ્કફોર્સનું ચેકિંગ 28 દુકાનદારોને 5600નો દંડ

સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા ઉમરગામ તાલુકામાં તમાકુના બિનઅધિકૃત વેચાણ અને આનુસંગિક નિયમોના પાલન માટે સઘન અને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તેમજ ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગની સ્ટિયરિંગ કમિટીએ માર્ગ પરના નાના-મોટા પાનના ગલ્લા અને પાર્લર સહિત કુલ 28 દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી નિયમોનો ભંગ કરનાર દુકાનદારો પાસેથી કુલ રૂ. 5600નો દંડ વસૂલ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો