android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
291 સેવામંડળીમાં ERPની કામગીરી પૂર્ણ થતાં ઈપેકસ ઘોષિત કરી દેવાઈ

calendar_todayMarch 6, 2026

291 સેવામંડળીમાં ERPની કામગીરી પૂર્ણ થતાં ઈપેકસ ઘોષિત કરી દેવાઈ

વસાઈ અને લક્ષ્મીપુરા સેવા મંડળીને ગોડાઉન માટેની લોન મંજૂરીપત્ર અપાયા

હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તેની સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ સેવા સહકારી મંડળીઓ મારફતે ખેડૂતોને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે ત્યારે બે દિવસ અગાઉ કેન્દ્ર સરકારના પેકસ કોમ્પ્યુટરાઈઝેશન પ્રોજેકટ હેઠળ નાબાર્ડની એસઓપી મુજબ સાબરકાંઠાની 291 સેવા મંડળીઓમાં પેકસની કામગીરી પૂર્ણ થતાં તેમને નાબાર્ડ અને સાબરકાંઠા બેંકના ચેરમેન સહિત કર્મચારીઓની ઉપસ્થિતીમાં આ સેવા મંડળીઓની ઈપેકસ ઘોષિત કરવાનો કાર્યક્રમ હિંમતનગર ખાતે યોજાયો હતો.

આ અંગે સાબરકાંઠા બેંકના એક્ઝીકયુટીવ ઓફિસર એચ.પી નાયકના જણાવાયા મુજબ, સાબરકાંઠા બેંકના માર્ગદર્શન હેઠળ કામ કરતી 291 સેવા મંડળીઓમાં ઈઆરપીની કામગીરી પૂર્ણ થતાં તમામ પેકસને ઈપેકસ ઘોષિત કરવા માટે ગત તા. 3 માર્ચના રોજ નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી.કે.સિંગલ, સાબરકાંઠા બેંકના ચેરમેન હંસાબેન પટેલ, વાઈસ ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેકટર્સની ઉપસ્થિતીમાં બેંક દ્વારા નવીન રચાયેલ એમ.પેકસના લોનના મંજૂરીપત્ર અને કેન્દ્ર સરકારની વર્લ્ડ લાર્જેસ્ટ ગોડાઉન હેઠળ વસાઈ અને લક્ષ્મીપુરા સેવા મંડળીને 500 એમ.ટી ઉપરના ગોડાઉનના લોનના મંજૂરીપત્રો, ઈપેકસ સર્ટીફીકેટ અને લોનના ચેકોનું વિતરણ તથા માઇક્રો એટીએમ મારફતે સૌથી વધારે કમિશન મેળવનાર 2 દૂધ મંડળીઓના સેક્રેટરીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ તથા બેંકની ટેબ બેકિંગ સર્વિસનું પણ લોચિંગ કરાયું હતુ. કાર્યક્રમનું સંચાલન ઝાકીર મનસુરીએ કર્યું હતુ જ્યારે આભારવિધી હરેશ પટેલે કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam