android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ટ્રકમાં લઈ જવાતો રૂા.3.08 લાખનો દારૂ ઝડપાયો

calendar_todayMay 14, 2026

ટ્રકમાં લઈ જવાતો રૂા.3.08 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વડુ પોલીસે પાદરા તાલુકાની મુવાલ ચોકડી પાસેથી આઈશર ટ્રકમાં આરસના પથ્થરની આડમાં લઈ જવાતો રૂા.3.08 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વડુ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.પી.ગઢવીએ પોલીસ સ્ટાફ્ની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી. તે દરમિયાન યોગેશભાઈ ને અંગત બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની આઈશર ટ્રકમાં વિદેશી દારૂ ભરેલો છે અને ટ્રક વડોદરાથી મુવાલ તરફ્ જવાની છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફ્ સાથે પાદરા-જંબુસર હાઈવે પર મુવાલ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે બેરિકેટ તોડી ટ્રક ભગાડી મૂકી હતી. જેથી પોલીસે ટ્રકનો પીછો કરી ગવાસદ ગામ નજીક ઝાયડેક્ષ કંપની પાસે ટ્રક અટકાવી હતી. અને ટ્રકમાં તપાસ કરતા આરસ પથ્થરના વેસ્ટ ભુકાની થેલીઓ નીચે છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી દારૂ અને બિયરના ટીન મળી કુલ રૂા.3,08,052નો દારૂ કબજે કર્યો હતો. ઉપરાંત આરોપી પાસેથી રૂ.750 રોકડા, રૂ.10 હજારનો મોબાઈલ, રૂ.7 લાખની ટ્રક તથા રૂ.20 હજારની આરસ પથ્થરના વેસ્ટ ભરેલી 200 પ્લાસ્ટિક થેલીઓ મળી કુલ રૂ.10,38,802નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક ચુનીલાલ ડાલુજી ચૌહાણ અને પાદરાના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો