android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
જમીન દફતર વર્ગ-3 કર્મીઓનું કલેક્ટરને અલ્ટીમેટમ, 11 સપ્ટેમ્બરથી પેનડાઉન

calendar_todaySeptember 1, 2026

જમીન દફતર વર્ગ-3 કર્મીઓનું કલેક્ટરને અલ્ટીમેટમ, 11 સપ્ટેમ્બરથી પેનડાઉન

મહેસાણા । (સં.ન્યૂ.સ)

ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ મહેસાણા જિલ્લા યુનિટ દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનના કાર્યક્રમો હાથ ધરવા માટે મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર મયંક પટેલને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કર્મચારી મંડળ દ્વારા જણાવ્યા અનુસાર, જો આગામી દિવસોમાં વર્ગ-3 કર્મચારીઓની ન્યાયી માંગણીઓ ઉકેલવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ના છૂટકે અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો નિર્ણય લેવાયો છે.

મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ આગામી 11, સપ્ટેમ્બરના રોજ લેન્ડ રેકોર્ડના તમામ કર્મચારીઓ કચેરીમાં હાજર રહી પેનડાઉન કરી તમામ પ્રકારની કામગીરી બંધ રાખી પોતાનો વિરોધ દર્શાવશે. મુખ્ય પડતર માંગણીઓ જેવી કે, સિનિયર સર્વેયર સંવર્ગને હાલનું પગાર ધોરણ રૂ.29,200 - 92,300 (પે મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે 2800) માંથી સુધારીને રૂ. 39,900 - 1,26,500 (પે મેટ્રિક્સ લેવલ-7, ગ્રેડ પે 4400) કરવા બાબત. સર્વેયર સંવર્ગ હાલનું પગાર ધોરણ રૂ. 25,500 - 81,100 (પે મેટ્રિક્સ લેવલ-4, ગ્રેડ પે 2400) માંથી સુધારીને રૂ. 29,200 - 92,300 (પે મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે 2800) કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. ન્યાયીક પ્રશ્નો અંગે નિરાકણ નહીં આવે તો આંદોલન અંગે નાયબ નિયામક જમીન દફ્તર અમદાવાદ વિભાગ, ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3 કર્મચારી મહામંડળને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો