android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
અમદાવાદમાં શ્વાન કરડવાના કેસમાં થયો સતત વધારો, 4 મહિનામાં 20 હજાર કેસ નોંધાયા

calendar_todayJanuary 18, 2026

અમદાવાદમાં શ્વાન કરડવાના કેસમાં થયો સતત વધારો, 4 મહિનામાં 20 હજાર કેસ નોંધાયા

એક આંકડા મુજબ અમદાવાદ શહેરમાં 1 લાખ 90 હજાર જેટલી ડોગ પોપ્યુલેશન હોવાની સંભાવના છે અને શ્વાન કરડવાથી મહિનામાં 5000 જેટલા કેસ આવે છે.


શ્વાનોની ફરિયાદોમાં વધારો

શહેરમાં રખડતા શ્વાનોની ફરિયાદોમાં વધારો થયો છે. ગયા વર્ષે અમદાવાદના શહેરીજનો દ્વારા રખડતા શ્વાનની 3891 ફરિયાદો નોંધવામાં આવી છે. બીજી બાજુ આ ચાર મહિના દરમિયાન શ્વાનના કરડવાના 20000 જેટલા કેસો નોંધવામાં આવ્યા છે. શ્વાન કરડવાના બનાવો અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દરરોજ 10 જેટલી ફરિયાદો મળતી હોય છે. આ ફરિયાદોને નિકાલ કરવા માટે એ સ્થળ પર જઈ ફરિયાદીને મળીને તે વેક્સિન લીધા કે નહીં તેનું પુરાવો ચકાસવામાં આવે છે. 


શહેરમાં 1 લાખ કરતા વધુ ડોગ 

ગુજરાતમાં શ્વાનના હુમલાના અનેક કિસ્સાઓ વર્ષ દરમિયાન સામે આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2020થી 2022 સુધીના કિસ્સાઓ પર નજર ફેરવવામાં આવે તો ગુજરાતમાં આ ત્રણ વર્ષમાં કુલ 7.93 લાખ કિસ્સાઓ રાજ્યભરમાં નોંધાયા છે. ત્રણ વર્ષમાં ગુજરાતમાં 7.93 લાખ લોકોને શ્વાને બનાવ્યા નિશાન, 2022માં 1.69 લાખ શ્વાન કરડવાના કિસ્સા સાથે રાજ્ય દેશમાં પાંચમાં ક્રમે છે. 


ખસીકરણ અને રસીકરણ પર ભાર 

આજથી 5 વર્ષ પહેલા દરેક શેરી અને સોસાયટીના મોહલ્લાઓ ઉપર 6 થી 7 કૂતરાઓ જોવા મળતા હતા. જે આજે 2 થી 3 સંખ્યા થઈ ગઈ છે. નાના પપીસ ભાગ્ય જ જોવા મળે છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખસીકરણ અને રસીકરણ માટે બહુ મોટું કામ કરવામાં આવ્યું છે તેવું જાહેર આંકડા પરથી માની શકાય છે તેમ છતાં શ્વાનના હુમલાની દરરોજ 10 જેટલી ફરિયાદો મળે છે. 

આ પણ વાંચો : ગાંધીનગરમાં પૂર્વ IAS સુબ્બારાવની પુત્રીનું હડકવાથી મોત, પાળતું શ્વાને બચકુ ભરતા થઈ હતી હડકવાની અસર