android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
નવસારીમાં કોઈનમાં ઊંચા વળતરની લાલચે ઠગોએ બિલ્ડર, મિત્રોના 42.85 લાખ ઉસેટયા

calendar_todaySeptember 3, 2026

નવસારીમાં કોઈનમાં ઊંચા વળતરની લાલચે ઠગોએ બિલ્ડર, મિત્રોના 42.85 લાખ ઉસેટયા

નવસારી : નવસારી શહેરના ચારપુલ પાસે આવેલ કે કે પ્લાઝા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વી.એન.એસ. કોઈન નામની ઓફ્સિ ખોલી રોકાણકારોને લોભામણી સ્કીમ બતાવી ઉંચા વળતરને લાલચ આપી એક મહિલા સહિતની ત્રિપુટીએ બે મિત્રો પાસેથી કોઈનમાં રોકાણના નામે રૂા. 42,85,000 પડાવી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વિશાલભાઈ રણજીતભાઈ રાવ ઉ.વ. 45 રહે. પ્રતિક્ષા સોસાયટી નવસારી અને તેમના મિત્રોને સન 2025ના વર્ષ દરમ્યાન નવસારી શહેરના ચારપુલ પાસેના કે કે પ્લાઝા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન નંબરG-4અનેG-9માં 'વી.એન.એસ. કોઈન'ના સંચાલક સોનલબેન છોટેલાલ ભકતા રહે. અશોકવન સોસાયટી, વિજલપોર, નવસારી તથા વિકમસિંહ રંજનસિંહ ડુમારી રહે. પી.એસ. બેરો, શિવમંદિર પાસે, નહેલુકા પરીયા, રાંચી, ઝારખંડના એ શહેરના જાણીતા બિલ્ડર વિશાલ રાવ અને તેમના મિત્રોને લોભામણી યોજનાઓમાં ઊંચા વળતરની લાલચ આપી કોઈનમાં રોકાણના નામે વિશાલભાઈ પાસેથી રૂા. 24,85,000 અને મિત્રોના રૂા. 18,00,000 મળી કુલ રૂા. 42,85,000 બેક્ન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જોકે આ કૌભાંડમાં સગાવીનો ભોગ બનનાર વિશાલભાઈની ઓફ્સિમાં મેનેજર તરીકે કામ કરતા જીતુભાઈ ઉર્ફે જલમસિંગ રાજપુરોહિત સાદકપોર, તાલુકો ચીખલીની આરોપીઓ સાથેની મિલી ભગત હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે નવસારી ટાઉન પોલીસે ઠગાઈનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો