android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ડભોઇ પંથકમાં આગ ઓકતી ગરમી તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો

calendar_todayMay 14, 2026

ડભોઇ પંથકમાં આગ ઓકતી ગરમી તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો

સમગ્ર રાજ્યની સાથે ડભોઈ શહેર અને તાલુકામાં પણ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. અંગ દઝાડતી ગરમી અને લૂના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે બપોરના સમયે રસ્તાઓ પર જાણે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ડભોઈમાં હાલ તાપમાન 44 ડિગ્રીને પાર જોવા મળે છે. અસહ્ય બફરા અને ગરમીને કારણે જનજીવન ખોરવાયું છે. સવારના 12 વાગ્યા પછી શહેરના મુખ્ય માર્ગો, ગલીઓ અને બજારોમાં સન્નાટો પ્રસરી જાય છે. લોકોએ કામ વગર બહાર નીકળવાનું બંધ કરી દેતા રસ્તાઓ પર સેલ્ફ્-લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. આરોગ્ય વિભાગની વિશેષ સલાહ કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના (હીટ સ્ટ્રોક) કિસ્સાઓ ન વધે તે માટે ડોક્ટરો દ્વારા ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લૂ થી બચવા માટે લીંબુ શરબત, શેરડીનો રસ, છાશ અને પુષ્કળ પાણી પીવું. ગરમીમાં રાહત મેળવવા માટે કેરીનું બાફ્લું (ફ્રણું) પીવાની પણ સલાહ અપાઈ છે. બપોરના 12 થી 5 ના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવું. ઇલેક્ટ્રોનિક સાધનોનો સહારો લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહીને એસી, કુલર અને પંખાનો આશરો લઈ રહ્યા છે. પશુ-પંખીઓ પણ ગરમીથી બેહાલ જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા અને ગરમીથી બચવાના તમામ ઉપાયો કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં જો તાપમાન હજુ પણ વધશે, તો સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ વધી શકે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો