android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
અમદાવાદની હોટલોના ભાડા બમણા થઈ ગયા, વિમાની ભાડા 76 હજારે પહોંચ્યા !

calendar_todayMay 31, 2026

અમદાવાદની હોટલોના ભાડા બમણા થઈ ગયા, વિમાની ભાડા 76 હજારે પહોંચ્યા !

તા.31 મે ને રવિવારે

સાંજે અમદાવાદમાં મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2026ની ફાઇનલ રમાવાની છે જેને લઇને સમગ્ર અમદાવાદ શહેર

ક્રિકેટના રંગમાં રંગાઈ ગયું છે. મેચ દરમિયાન કાયદો

અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 3 આઈજીપી, 11 ડીસીપી, 21 એસીપી, 47 પીઆઈ, 140 પીએસઆઈ અને

2,823 પોલીસકર્મીઓ સહિત કુલ 3,043 જેટલા જવાનો ખડેપગે રહેશે. સાવચેતીના ભાગરૂપે સ્ટેડિયમ પરિસરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની

ટીમો કાર્યરત રહેશે.

મુંબઇથી અમદાવાદ આવતી ટ્રેનો હાઉસફૂલ થઇ જતા ક્રિકેટરસિકોની

માંગને લઇને અમદાવાદ-મુંબઇ વચ્ચે વધારાની

ટ્રેનો દોડાવાશે. ફાઇનલ મેચને લઈને

ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો

છે. ફાઇનલ મેચ જોવા બ્લેકમાં ટિકિટની ધુમ માંગ જોવા મળી રહી

છે. મોં માગ્યા ભાવ મળી રહ્યા છે. ટિકિટનો ભાવ હજારોમાં બોલાઇ રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને

એસ.જી. હાઇવે વિસ્તારની

અનેક હોટલો લગભગ સંપૂર્ણ ભરાઈ ગઈ છે. રેસ્ટોરાં, કાફે અને જાહેર

સ્થળોએ મોટી સ્ક્રીન પર મેચ જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વેપારીઓના જણાવ્યા મુજબIPLફાઇનલને કારણે

ધંધામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો