android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

calendar_todayJanuary 2, 2026

ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

રાજ્યમાં 2025 દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની કામગીરીના આંકડા સામે આવ્યા છે, જે મુજબ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના અનેક મામલાઓ સામે આવ્યા છે. કુલ 310 અધિકારી અને ખાનગી વ્યક્તિ સામે કેસ નોંધાયા છે, જેમાં કુલ રકમ 1 કરોડ 72 લાખ 91 હજાર 598 રૂપિયા છે.

171 ટ્રેપ કેસ, 19 ડિકોય અને 16 ડીએ કેસ

 એસીબીએ વીતેલા વર્ષમાં 171 ટ્રેપ કેસ, 19 ડિકોય અને 16 ડીએ કેસ થયા છે. સરકારી અધિકારીઓમાં ક્લાસ 1 અધિકારી વિરુદ્ધ 13, ક્લાસ 2 અધિકારી વિરુદ્ધ 35, ક્લાસ 3 કર્મચારી વિરુદ્ધ 134 અને ક્લાસ 4 કર્મચારી વિરુદ્ધ 5 કેસ નોંધાયા છે. ખાનગી વ્યક્તિઓ પર કુલ 123 કેસ નોંધાયા છે.

સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયત વિભાગમાં 27 કેસ

વિભાગવાર વિશ્લેષણ પ્રમાણે સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયત વિભાગમાં 27 અને મહેસૂલ વિભાગમાં 24 કેસ નોંધાયા છે. સત્તાનો દુરુપયોગ કરવાના 4 કેસ પણ નોંધાયા છે.

 ભ્રષ્ટાચાર સામે કડક કામગીરી ચાલુ રહેશે

ACBના અધિકારીઓએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર સામે કડક કામગીરી ચાલુ રહેશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો----   Surendranagar જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટની શક્યતા