android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ACMAનું 66મું વાર્ષિક સત્ર યોજાયું, ભારતમાં અમેરિકી રોકાણ અને ઓટો ક્ષેત્રમાં સહકાર વધારવા સર્જિયો ગોરની અપીલ

calendar_todaySeptember 2, 2026

ACMAનું 66મું વાર્ષિક સત્ર યોજાયું, ભારતમાં અમેરિકી રોકાણ અને ઓટો ક્ષેત્રમાં સહકાર વધારવા સર્જિયો ગોરની અપીલ

નવી દિલ્હીમાં Automotive Component Manufacturers Association of India (ACMA)ના 66મા વાર્ષિક સત્રને સંબોધતા ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારત અને અમેરિકા વચ્ચે ઓટોમોટિવ ક્ષેત્રમાં સહકાર અને રોકાણ વધારવા પર ભાર મૂક્યો હતો.

પૂણેમાં વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી સેન્ટર કાર્યરત

સર્જિયો ગોરે જણાવ્યું હતું કે પુણેમાં John Deereનું મોટું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી સેન્ટર કાર્યરત છે. બંને દેશોની સરકારો વેપાર સંબંધોને લઈને ચર્ચા કરી રહી છે ત્યારે અમેરિકન સપ્લાયર્સ અને ટેક્નોલોજીને ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશ મળે તથા ભારતીય કંપનીઓને અમેરિકન બજારમાં સમાન તક મળે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ.

મે મહિનામાં વોશિંગ્ટનમાં યોજાશે સમિટ 

તેમણે ACMAના નેતૃત્વ અને સભ્ય કંપનીઓને આગામી SelectUSA Investment Summitમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ સમિટ મે મહિનામાં વોશિંગ્ટન નજીક યોજાવાની છે. Gorએ જણાવ્યું કે વિશ્વભરની અમેરિકન એમ્બેસીઓ દર વર્ષે અમેરિકામાં નવા રોકાણ અને ભંડોળ લાવવા માટે સ્પર્ધા કરે છે. ભારતમાં આવેલી અમેરિકન એમ્બેસી દ્વારા અમેરિકામાં $24 બિલિયનનું નવું રોકાણ લાવવામાં આવ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

સર્જિયો ગોરે અમેરિકાને રોકાણ માટે ખુલ્લું ગણાવતા ભારતીય કંપનીઓને અમેરિકામાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ભારતમાં તેમજ અમેરિકામાં કાર્યરત ભારતીય કંપનીઓના ઉદાહરણો પણ આપ્યા. તેમણે જણાવ્યું કે નોર્થ કેરોલિનામાં Bharat Forgeએ આધુનિક ગ્રીનફિલ્ડ પ્લાન્ટ સ્થાપ્યો છે. સાઉથ કેરોલિનામાં Sundaram Clayton ચોકસાઈવાળા એલ્યુમિનિયમ ડાઈ-કાસ્ટિંગનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ ઉત્તર અમેરિકાની એસેમ્બલી લાઇનોમાં થાય છે. 

જ્યારે મિશિગનમાં Mahindra Roxor વાહનોનું ઉત્પાદન કરે છે અને વૈશ્વિક બજાર માટે ઉત્પાદનો તૈયાર કરવામાં અમેરિકન કર્મચારીઓ કાર્યરત છે. સર્જિયો ગોરના સંબોધનથી ભારત-અમેરિકા વચ્ચે ઓટોમોટિવ સપ્લાય ચેઈન, ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે સહકારને વધુ વેગ આપવાના સંકેત મળ્યા છે.

આ પણ વાંચો : subhash chandraની NCLATમાં દલીલ, ₹6.5 કરોડની ચુકવણીના અહેવાલોથી થઈ બદનામી