android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Agriculture News : રવિ સિઝન 2025-26માં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરાશે, નાફેડના ‘ઇ-સમૃદ્ધિ’ પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ

calendar_todayFebruary 18, 2026

Agriculture News : રવિ સિઝન 2025-26માં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરાશે, નાફેડના ‘ઇ-સમૃદ્ધિ’ પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ

આ યોજના અંતર્ગત ચણા માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫,૮૭૫ અને રાયડા માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૬,૨૦૦ નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખેડૂતો તા. ૧૪-૦૩-૨૦૨૬ સુધી પોતાની નોંધણી કરાવી શકશે. આ નોંધણી પ્રક્રિયા વિનામૂલ્યે ગ્રામ્ય કક્ષાએ આવેલા ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) મારફતે કરવામાં આવશે.

જિલ્લાના મહત્તમ ખેડૂતોને આ યોજનાની જાણકારી મળે

નોંધણી માટે નાફેડના ‘ઇ-સમૃદ્ધિ’ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે. નોંધણી દરમિયાન ખેડૂતોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે 'આધાર ઓથેન્ટિકેશન' ફરજિયાત છે. આ માટે L1 POS આધારિત બાયોમેટ્રિક મશીન દ્વારા થમ્બ ઇમ્પ્રેશન (અંગૂઠાનું નિશાન) અથવા ફેસ ઓથેન્ટિકેશન (ચહેરો ઓળખવાની પદ્ધતિ)નો ઉપયોગ કરવામાં આવશે. જિલ્લાના મહત્તમ ખેડૂતોને આ યોજનાની જાણકારી મળે અને તેઓ સમયમર્યાદામાં પોતાની નોંધણી કરાવી ટેકાના ભાવનો લાભ લે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Surat News : સુરતમાં ડાયમંડ બુર્સ ધમધમતું કરવા પ્રયાસ, 30થી વધુ વેપારીની ઓફિસ શરુ થશે