android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: દસ્ક્રોઈના ભુવાલમાં બે સમાજ વચ્ચેની અથડામણમાં 1 વૃધ્ધનું મોત, 13 સામે ગુનો નોંધાયો

calendar_todayOctober 25, 2026

Ahmedabad: દસ્ક્રોઈના ભુવાલમાં બે સમાજ વચ્ચેની અથડામણમાં 1 વૃધ્ધનું મોત, 13 સામે ગુનો નોંધાયો

અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઈ તાલુકાના ભુવાલમાં દશેરાના દિવસે બે સમાજ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક વૃધ્ધ વ્યક્તિનુ અમદાવાદ સિવિલમાં સારવારમાં મોત નીપજ્યું હતું. જે બાબતે કણભા પોલીસ સ્ટેશનમાં કુલ 13 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉના વિવાદની અદાવતને લઈને બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ફરિયાદીએ આરોપીઓ સામે મારપીટ અને ઇજાઓ પહોંચાડવાના આક્ષેપો કર્યા છે. કણભા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતા વચ્ચે પોલીસ તપાસમાં હવે કયા સંજોગોમાં વિવાદ ઉગ્ર બન્યો, મારામારીમાં કોની કેટલી ભૂમિકા હતી અને વૃદ્ધના મૃત્યુ સાથે ઘટનાનો સંબંધ શું છે? તે બાબતો મહત્ત્વની બની છે. રામાભાઈ ભોઈની અંતિમયાત્રા રવિવારે બપોરે 12 વાગ્યે ભુવાલ ગામે તેમના નિવાસેથી નીકળી હતી. સ્મશાન યાત્રા દરમિયાન ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગામમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો