calendar_todayJanuary 31, 2026
Ahmedabad : 1.18 કરોડથી વધુની એક્સાઇઝ ડ્યુટી ઠગાઈ મામલે CBI કોર્ટનો ચૂકાદો, કોર્ટે 3 આરોપીઓને સજા ફટકારી
એક્સાઇઝ ડ્યુટીમાં 1.18 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીના કેસમાં અમદાવાદની CBI કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે.
આરોપીઓમાં સમીર ઇમામુદ્દીન, તેજસ દેસાઈ અને અમિત ગુપ્તાનો સમાવેશ
દોષિત ઠરેલા આરોપીઓમાં સમીર ઇમામુદ્દીન, તેજસ દેસાઈ અને અમિત ગુપ્તાનો સમાવેશ થાય છે. આરોપ છે કે સુરત સ્થિત મેસર્સ શ્રી સાઈ ઇમ્પેક્સ દ્વારા ફેક એક્સપોર્ટ ડોક્યુમેન્ટ બનાવી કુલ 51 રિબેટ ક્લેમમાં ગેરરીતિ કરી એક્સાઇઝ ડ્યુટીમાં મોટી છેતરપિંડી કરવામાં આવી હતી.
CBIએ વર્ષ 2009માં ગુનો નોંધ્યો હતો
આ મામલે CBIએ વર્ષ 2009માં ગુનો નોંધ્યો હતો અને વિસ્તૃત તપાસ બાદ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન એક આરોપી ઘનશ્યામ રફાળીયાનું નિધન થતાં CBI કોર્ટે તેમના વિરુદ્ધનો કેસ રદ કર્યો હતો.
આ પણ વાંચો----- Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો