android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં 20 જેટલા

calendar_todayFebruary 11, 2026

Ahmedabad : સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં 20 જેટલા

અમદાવાદના સુખરામ નગર નજીક એક ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં આસપાસના 20 જેટલા મકાનમાં લોકો ફસાયા હતા.


સાત જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ


 માહિતી પ્રમાણે, આ ઘટનામાં સાત જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર જવાનો તાત્કાલિક કામગીરીમાં જોડાયા છે અને બચાવ કાર્ય ચાલુ છે.

ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો


 ગેલેરી ધરાશાયી થતાં વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.

ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગિરી શરુ


ઘટનામાં 20 જેટલા મકાનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગિરી શરુ કરાઇ છે