android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : જ્વેલર્સ શોરૂમની મહિલાકર્મીએ જ 1.66 કરોડના દાગીના પર માર્યો હાથ, ચોરી કરતી CCTVમાં કેદ

calendar_todayMay 13, 2026

Ahmedabad : જ્વેલર્સ શોરૂમની મહિલાકર્મીએ જ 1.66 કરોડના દાગીના પર માર્યો હાથ, ચોરી કરતી CCTVમાં કેદ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક જ્વેલર્સ શોરૂમમાં કામ કરતી મહિલા કર્મચારીએ વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયાના દાગીનાની ચોરી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શોરૂમમાં દાગીનાના હિસાબમાં ગેરરીતિ જણાતા જ્યારે CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે માલિકના હોશ ઉડી ગયા હતા. શોરૂમની જ મહિલાકર્મી અત્યંત ચાલાકીથી દાગીનાની ચોરી કરતી કેમેરામાં ઝડપાઈ ગઈ છે.

 ઘરેણાં પોતાના બ્લેઝરના ગજવામાં છુપાવી દીધા

મળતી માહિતી મુજબ, આરોપી મહિલા કર્મચારી શોરૂમના યુનિફોર્મ (બ્લેઝર) નો ઉપયોગ કરી અત્યંત કુશળતાથી દાગીના સેરવી લેતી હતી. તેણે કિંમતી ઘરેણાં પોતાના બ્લેઝરના ગજવામાં છુપાવી દીધા હતા. તેણે શોરૂમમાંથી કુલ રૂપિયા 1.66 કરોડના કિંમતી દાગીનાની ચોરી કરી છે.

 મહિલાકર્મી શોરૂમ પરથી ફરાર

ચોરીનો ભાંડો ફૂટતા જ મહિલાકર્મી શોરૂમ પરથી ફરાર થઈ ગઈ છે. શોરૂમ સંચાલકે તાત્કાલિક નિકોલ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા છે, જેમાં મહિલાની આ કરતૂત સ્પષ્ટપણે દેખાઈ રહી છે. હાલ પોલીસે 1.66 કરોડની મત્તાની ચોરીનો ગુનો નોંધી, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી મહિલાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો----     Mehsana : ઐતિહાસિક ચૂકાદો, પત્નીને 'ત્રિપલ તલાક' આપી બે બાળકો સાથે તરછોડનાર પતિને 1 વર્ષની જેલ