android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : હાટકેશ્વર સર્કલ પર તંત્રની ઘોર બેદરકારીથી રસ્તો લપસણો બન્યો, 10થી વધુ વાહનો સ્લીપ

calendar_todaySeptember 9, 2026

Ahmedabad : હાટકેશ્વર સર્કલ પર તંત્રની ઘોર બેદરકારીથી રસ્તો લપસણો બન્યો, 10થી વધુ વાહનો સ્લીપ

  • અમદાવાદ પૂર્વના સતત ધમધમતા હાટકેશ્વર સર્કલ ખાતે તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા એક માસથી પાણીનું લિકેજ બંધ કરવાના નામે ખોદવામાં આવેલો વિશાળ ખાડો હવે વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ માટે ભારે મુશ્કેલીનું કારણ બન્યો છે. અત્યંત ધીમી ગતિએ ચાલતી કામગીરી વચ્ચે આજે બુધવારે બપોરે સર્જાયેલી માનવસર્જિત બેદરકારીને કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા બચ્યા હતા. બપોરના સમયે કોન્ટ્રાક્ટરના શ્રામિકો દ્વારા ખાડામાં ભરાયેલું પાણી પંપને બદલે ડોલ વડે બહાર કાઢીને સીધું મુખ્ય રસ્તા પર જ ઠાલવવાનું શરૂ કરાયું હતું. જેના કારણેCTM તરફ્થી હાટકેશ્વર થઈ ગોરના કૂવા તરફ્ જતા રસ્તા પર પાણી ફેલાઈ ગયું હતું. માટી અને પાણીના મિશ્રાણને કારણે રસ્તો અત્યંત લપસણો બની જતાં થોડી જ વારમાં 10થી વધુ દ્વિચક્રી વાહનો સ્લીપ થઈ ગયા હતા. સદનસીબે પાછળથી આવતા મોટા વાહનોની સ્પીડ ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો