android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: ચાંદખેડાના પોશ ફ્લેટમાં પીસીબીનો દરોડો, 11 જુગારીઓ 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

calendar_todayJanuary 3, 2026

Ahmedabad: ચાંદખેડાના પોશ ફ્લેટમાં પીસીબીનો દરોડો, 11 જુગારીઓ 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર અમદાવાદ શહેર પીસીબી (PCB) એ ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. સ્વામિનારાયણ સર્કલ પાસે આવેલા સેતુ સોલીડ ફ્લેટમાં પત્તા-પાનાનો જુગાર રમતા 11 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ફ્લેટ નંબર D-701 માં ચાલતો હતો જુગાર

મળતી માહિતી મુજબ, ચાંદખેડા ટી.પી. 44 વિસ્તારમાં આવેલા સેતુ સોલીડ ફ્લેટના ફ્લેટ નંબર D-701 માં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા ફ્લેટમાં જામ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશિષ ઉર્ફે શેરો પટેલ નામના શખ્સ સહિત કુલ 11 ખેલાડીઓને દબોચી લીધા હતા.

કુલ 11 ખેલાડીઓને દબોચી લીધા 

પોલીસે દરોડા દરમિયાન માત્ર રોકડ જ નહીં પરંતુ લક્ઝુરિયસ વાહનો અને મોબાઈલ પણ જપ્ત કર્યા છે. રોકડ રકમ ₹2,20,090/- (અંગજડતી અને દાવ પરના મળીને) મોબાઈલ ફોન 14 નંગ (કિંમત ₹2,80,000/-) 1 ફોર વ્હીલર અને 6 ટુ-વ્હીલર મળી કુલ 7 વાહનો (કિંમત ₹13,00,000/-) ગંજીપાના 104 નંગ કુલ મત્તા, ₹18,00,090/-

ઝડપાયેલા આરોપીઓની યાદી

પકડાયેલા તમામ આરોપીઓ ચાંદખેડા ગામ અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ છે. આશિષ ઉર્ફે શેરો રમેશભાઈ પટેલ, કિશનસિંહ રમેશસિંહ વાઘેલા, રણજીતસિંહ ચંદ્રસિંહ વાઘેલા, જયેશ જશુભાઈ પટેલ, દશરથસિંહ ધનાજી રાઠોડ, દિનેશ હીરાભાઈ પારેખ, રાકેશ લાલજી ઠાકોર, શૈલેષસિંહ પોપટસિંહ વાઘેલા, કેયુર ડાહ્યાભાઈ પટેલ, સમિરસિંહ જોગેન્દ્રસિંહ વાઘેલા ધુર્વાંગ ભરતભાઈ ઠાકોર

જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી

પીસીબી અમદાવાદ શહેર દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રહેણાંક ફ્લેટમાં આ પ્રકારે મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હોવાથી આસપાસના રહીશોમાં પણ ચર્ચા જાગી છે. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચાંદખેડા પોલીસને સોંપી છે.

આ પણ વાંચો: નીલગાયનો શિકાર કરી માંસ વેચતી ટોળકી પર ત્રાટકી વન વિભાગની ટીમ, બે શિકારી ઝડપાયા