android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: નારોલમાં સ્કોર્પિયોમાંથી 1798 કફ સિરપ બોટલ ઝડપાઈ, 26.15 લાખનો મુદ્દામાલ કબજે

calendar_todaySeptember 16, 2026

Ahmedabad: નારોલમાં સ્કોર્પિયોમાંથી 1798 કફ સિરપ બોટલ ઝડપાઈ, 26.15 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે નશાકારક કફ સિરપના ગેરકાયદેસર કાળો કારોબાર સામે મોટી સફ્ળતા મેળવી છે. નારોલ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીમાંથી કફ સિરપની બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન વાહનમાંથી 1798 નંગ કફ સિરપની બોટલો મળી આવી હતી, જેનો ઉપયોગ ગેરકાયદે વેચાણ કે નશાના હેતુ માટે કરવામાં આવી રહ્યો હોવાની શંકા છે.

 નશાકારક કફ સિરપના ગેરકાયદેસર કાળો કારોબાર

પોલીસે ઘટનાસ્થળેથી કફ સિરપનો જથ્થો અને સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂપિયા 26.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ ગાડીમાં સવાર બે મુખ્ય આરોપીઓ નવાઝહુસેન શેખ અને સરવરખાન પઠાણની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત દવાઓની ઘૂસણખોરી રોકવા માટે ચાલી રહેલા વિશેષ સઘન ચેકિંગ હેઠળ નારોલ પોલીસે આ કામગીરી પાર પાડી છે. પકડાયેલા બંને આરોપીઓ સામે પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.

સ્કોર્પિયો ગાડીમાંથી કફ સિરપની બોટલો ઝડપી 

નારોલ પોલીસ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે કફ સિરપનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો સપ્લાયર કોણ છે અને અમદાવાદ શહેરમાં તેને કોને ડિલિવરી કરવાની હતી. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ ધરપકડ કરવા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Amreli: લાઠીના આંબરડી ગામની વાડીમાં વીજકરંટથી 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત, મજૂર પરિવારમાં અરેરાટી