android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : આનંદ નિકેતન સ્કૂલમાં પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા સમ્સ તથા 2 સુપરવાઈઝર અને કેન્ટીન ઈન્ચાર્જ સસ્પેન્ડ

calendar_todayAugust 13, 2026

Ahmedabad : આનંદ નિકેતન સ્કૂલમાં પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા સમ્સ તથા 2 સુપરવાઈઝર અને કેન્ટીન ઈન્ચાર્જ સસ્પેન્ડ

અમદાવાદની જાણીતી આનંદ નિકેતન સ્કૂલમાં નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવાના વિવાદિત કિસ્સા બાદ ડીઇઓએ આપેલા કડક આદેશ પછી શાળા સંચાલકો દ્વારા હવે પગલાં લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે શાળા સત્તાધીશો દ્વારા શિક્ષણ વિભાગને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરાઈ હોવાનો ખુલાસો થયો છે.

પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા સમ્સ તાત્કાલિક અસરથી બરતરફ

રિપોર્ટ મુજબ, પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા સમ્સને તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. તેઓ શાળામાં કરિક્યુલમ ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા

શાળાના બે સુપરવાઇઝર અને કેન્ટીન ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરાયા

આ ઉપરાંત બેદરકારી દાખવવા બદલ શાળાના બે સુપરવાઇઝર અને કેન્ટીન ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. શાળામાં હવે નવા પ્રિન્સિપાલની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા સંપૂર્ણ ક્લીયરન્સ મળ્યા બાદ જ શાળાની કેન્ટીન ફરીથી શરૂ કરી શકાશે.

કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય એવો તેમનો કોઈ ઈરાદો નહોતો

બીજી તરફ, શાળામાં પુસ્તકના વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં ટ્રસ્ટે જણાવ્યું હતું કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય એવો તેમનો કોઈ ઈરાદો નહોતો. શાળામાં હવેથી નિયમિતપણે રોજ પ્રાર્થના કરાવવા અંગે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ને ખાતરી આપવામાં આવી છે. સમગ્ર મામલે થયેલા નિયમભંગ બદલ શિક્ષણ વિભાગ દ્વારા આનંદ નિકેતન સ્કૂલને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 


આ પણ વાંચો  :    Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો