android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: કાપડના વેપારીઓ સાથે 2.71 કરોડની છેતરપિંડી, માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવનારા 4 વેપારીઓ સામે ફરિયાદ

calendar_todayMarch 6, 2026

Ahmedabad: કાપડના વેપારીઓ સાથે 2.71 કરોડની છેતરપિંડી, માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવનારા 4 વેપારીઓ સામે ફરિયાદ

અમદાવાદમાં વેપારીઓ સાથે મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરના કાપડના વેપારીઓ પાસેથી ઉધાર માલ ખરીદીને તેનું પેમેન્ટ ન ચૂકવી કુલ ₹2.71 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે ભોગ બનનાર વેપારીઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉધાર માલ ખરીદીને ઠગાઈ 

મળતી માહિતી મુજબ, શહેરના કાપડ બજારમાં વ્યવસાય કરતા વેપારીઓ સાથે 4 અન્ય વેપારીઓએ સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં વિશ્વાસ કેળવ્યા બાદ, આ 4 લેભાગુ વેપારીઓએ મોટા જથ્થામાં કાપડનો ઓર્ડર આપ્યો હતો. ધંધાકીય સંબંધોના આધારે વેપારીઓએ ઉધારમાં કાપડનો માલ આપ્યો હતો અને તેનું પેમેન્ટ નિયત સમય મર્યાદામાં ચૂકવવાનું નક્કી થયું હતું.

વેપારીઓએ પેમેન્ટ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા 

જોકે, માલની ડિલિવરી મળી ગયા બાદ આ ચારેય વેપારીઓએ પેમેન્ટ આપવામાં ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. લાંબો સમય વીતવા છતાં અને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ જ્યારે કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવવામાં ન આવ્યું, ત્યારે વેપારીઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

ભોગ બનનાર વેપારીઓએ આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દરવાજો ખખડાવ્યો છે. ₹2.71 કરોડની આ માતબર રકમની છેતરપિંડીના કેસમાં પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા વેપારીઓને શિકાર બનાવ્યા છે.કાપડ બજારમાં ઉધાર માલ આપીને પેમેન્ટ ફસાવવાની આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Patan: પટણી ગેટ પાસે ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતો 7 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની લાલ આંખ