android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: એક વર્ષથી પોલીસને હંફાવતો કુખ્યાત આરોપીને ઝોન-2 LCBએ ઝડપી પાડ્યો

calendar_todayMarch 26, 2026

Ahmedabad: એક વર્ષથી પોલીસને હંફાવતો કુખ્યાત આરોપીને ઝોન-2 LCBએ ઝડપી પાડ્યો

શહેરની ઝોન-2 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે પ્રશંસનીય કામગીરી કરતા એક વર્ષથી ફરાર એવા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપી જાકીર શેખ પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો, પરંતુ LCBની સતર્કતા સામે તેની ચાલાકી કામ ન આવી.

બાતમીના આધારે સફળ ઓપરેશન

ઝોન-2 LCBની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપી જાકીર શેખ ચોક્કસ વિસ્તારમાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે રાણીપ અને સાંતેજ પોલીસ મથકના અંદાજે ૪ જેટલા ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.

13 ગુનાઓનો ગુનાહિત ઈતિહાસ

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી જાકીર શેખ વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ મથકોમાં ૧૩ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે પ્રોહિબિશન (દારૂબંધી) ના કેસોનો સમાવેશ થાય છે. ઝોન-2 LCBએ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ રાણીપ પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા હોવાથી, વધુ તપાસ અને આગળની પૂછપરછ માટે તેને રાણીપ પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Nadiad: બિલોદરા જેલ પાસે SMCનો સપાટો, ફોર્ચ્યુનર કારમાં લઈ જવાતો 12 લાખનો દારૂ ઝડપાયો