android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 21 ઓગસ્ટના રોજ ખુલશે

calendar_todayAugust 19, 2026

Ahmedabad: ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 21 ઓગસ્ટના રોજ ખુલશે

અમદાવાદઃ- ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (the *Company*) તેના પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર ('Equity Shares') નો આઈપીઓ ('Offer') શુક્રવાર, 21 ઓગસ્ટ, 2026ના રોજ ખોલવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે ગુરુવાર, 20 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ મંગળવાર, 25 ઓગસ્ટ, 2026 રહેશે. ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યૂ ધરાવતા શેરના પ્રતિ શેર રૂ. 750થી રૂ. 788 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 19 ઇક્વિટી શેર માટે બિડ કરી શકશે અને ત્યાર બાદ 19 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂની સરખામણીએ ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઇસ અનુક્રમે 150.00 ગણી અને 157.60 ગણી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો