android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : બાવળામાં દારૂનો મોટો ખેલ ઝડપાયો, 259 પેટી સાથે 3 ઝડપાયા, રૂ.24.46 લાખનો મુદ્દામાલ જપ્ત

calendar_todaySeptember 9, 2026

Ahmedabad : બાવળામાં દારૂનો મોટો ખેલ ઝડપાયો, 259 પેટી સાથે 3 ઝડપાયા, રૂ.24.46 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ ગ્રામ્ય LCBએ બાવળા વિસ્તારમાં દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રજોડા ગામની સીમમાં આવેલા હનુમાનજી માર્બલ એન્ડ આર્ટના ખુલ્લા કંપાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 259 પેટી મળી આવી હતી.

કંપાઉન્ડમાં એવું શું મળ્યું કે પોલીસ પણ ચોંકી ગઈ?

તપાસ દરમિયાન વિદેશી દારૂની કુલ 5,496 બોટલ-ટીન મળી આવ્યા હતા. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.13,31,400 હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ કબજે કરી કુલ રૂ.24,46,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ટ્રકથી સ્કૂટર સુધી બધું જ પોલીસના કબજામાં

કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા સાથે ઉપયોગમાં લેવાતી આઇસર ટ્રક અને TVS જ્યુપીટર સ્કૂટર પણ પોલીસે જપ્ત કર્યા છે. આ ઉપરાંત 3 મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. સમગ્ર મુદ્દામાલની તપાસ હવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

રાજસ્થાન કનેક્શન સામે આવ્યું, હવે તપાસ ક્યાં પહોંચશે?

આ કેસમાં ચિંતનસિંહ ઉર્ફે ચિન્ટુ દિલીપસિંહ રાઠોડ, રમેશચંદ્ર ઉર્ફે રમેશ નકુડા લખુમ્બરા અને કિશન રામેન્દ્ર ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓમાં કેટલાકના મૂળ વતન રાજસ્થાન હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ શરુ

પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય LCBએ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  


આ પણ વાંચો   :    Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ