android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: ઉત્તર ઝોનમાં ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 265 એકમોને નોટિસ

calendar_todayJanuary 5, 2026

Ahmedabad: ઉત્તર ઝોનમાં ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 265 એકમોને નોટિસ

શહેરમાં સતત વધી રહેલા ગંદકી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને તેનો સંગ્રહ તેમજ વેચાણ કરતાં એકમો સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

જેના માટે 265 એકમોને નોટિસ ફટકારીને રૂ.82,700 નો દંડ વસુલાયો છે. આ માટે વિવિધ પાનની દુકાનો, ચાની લારીઓ તેમજ ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી કરી છે. આ માટે ડસ્ટબીન ન રાખતા અને પ્લાસ્ટિકો ઉપયોગ કરતાં 15.8 કિ.ગ્રા પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ચાર એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાંક સ્થાનો પર વારંવાર સૂચના છતાં જાહેર માર્ગો પર ગંદકી અને ન્યૂસન્સ કરતાં લોકોને પણ નોટિસ આપવામાં આવી છે અને તેના પર દંડાત્મક કામગીરી કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો