android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : સાબરમતીમાં આવેલા ગોડાઉન પર પોલીસનો દરોડો, 28 લાખનો વિદેશી દારૂ અને વાહનો કબ્જે

calendar_todayAugust 15, 2026

Ahmedabad : સાબરમતીમાં આવેલા ગોડાઉન પર પોલીસનો દરોડો, 28 લાખનો વિદેશી દારૂ અને વાહનો કબ્જે

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં ઝોન-2 DCPની ટીમ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે એક ગોડાઉન પર અચાનક દરોડો પાડીને 20 લાખની કિંમતનો 377 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

કુલ 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે દારૂની હેરાફેરીમાં વપરાયેલ આઈસર ટ્રક, ટેમ્પો અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગોડાઉન માત્ર 2 દિવસ પહેલાં જ ભાડે રાખવામાં આવ્યું હતું અને ખૂબ જ ટૂંક સમયમાં આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ત્યાં ઉતારી દેવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં લોકલ સપ્લાય કરવા લવાયો હતો

પોલીસને આશંકા છે કે આ દારૂનો જથ્થો અમદાવાદ શહેરમાં લોકલ સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હતો. કબ્જે કરાયેલા 2 મોબાઈલ ફોનના કૉલ ડિટેલ્સ અને ડેટાના આધારે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. આ દારૂનો જથ્થો મોકલનાર (આપનાર) અને મેળવનાર (લેનાર) મુખ્ય આરોપીઓ કોણ છે તે દિશામાં પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચો   :    Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની