android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: રિલાયન્સનો દબદબો, ત્રીજા ક્વાર્ટરમાં નફો 28% વધ્યો, જિયોના 25 કરોડ યુઝર્સ 5G પર અને રિટેલમાં ઓર્ડરનો રાફડો

calendar_todayJanuary 16, 2026

Ahmedabad: રિલાયન્સનો દબદબો, ત્રીજા ક્વાર્ટરમાં નફો 28% વધ્યો, જિયોના 25 કરોડ યુઝર્સ 5G પર અને રિટેલમાં ઓર્ડરનો રાફડો

ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કંપનીના તમામ વ્યવસાયો—ડિજિટલ સર્વિસિસ (Jio), રિટેલ અને O2C—એ મજબૂત નાણાકીય વૃદ્ધિ દર્શાવી છે. ખાસ કરીને કરવેરા પછીના નફામાં (PAT) વાર્ષિક ધોરણે 28.1% નો જંગી વધારો જોવા મળ્યો છે.

રિલાયન્સે પરિણામોમાં નવી ઊંચાઈઓ સર કરી 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના એકીકૃત (Consolidated) પરિણામોમાં નવી ઊંચાઈઓ સર કરી છે.વાર્ષિક 28.1% ના વધારા સાથે ₹75,165 કરોડ રહ્યો. નાણાકીય વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં EBITDA ₹1,59,323 કરોડ રહ્યો, જે 18.3% ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની મજબૂત બેલેન્સ શીટને કારણે વિદેશી ચલણ ડેટ માટે 'A-' રેટિંગ પ્રાપ્ત થયું છે.

વ્યવસાયિક એકમોનું વિગતવાર પ્રદર્શન

 ડિજિટલ ક્રાંતિની આગેવાની જિયોએ તેના 5G અને બ્રોડબેન્ડ વિસ્તરણ દ્વારા બજારમાં પકડ મજબૂત કરી છે.ત્રિમાસિક આવક ₹43,683 કરોડ રહી, જ્યારે EBITDA 16.4% વધીને ₹19,303 કરોડ થયો.જિયોના 5G સબ્સ્ક્રાઇબર્સ હવે 25 કરોડ (250 મિલિયન) ને વટાવી ગયા છે. જિયો એરફાઇબર 1 કરોડ ગ્રાહકો સાથે વિશ્વની પ્રથમ FWA સેવા બની છે. કુલ ડેટા ટ્રાફિક વાર્ષિક 34% વધીને 62 એક્સાબાઈટ થયો છે.

હાયપર-લોકલ મોડલની સફળતા

રિટેલ સેક્ટરમાં ગ્રાહકોના આધુનિક શોપિંગ અનુભવ પર ભાર મૂકવામાં આવ્યો છે.ત્રિમાસિક આવક ₹97,605 કરોડ નોંધાઈ.હાયપર-લોકલ ડિલિવરીના દૈનિક ઓર્ડરમાં 4.6 ગણો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ ક્વાર્ટર દરમિયાન 431 નવા સ્ટોર્સ ઉમેરવામાં આવ્યા છે, અને ટ્રાન્ઝેક્શનની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે.

ઓઈલ ટુ કેમિકલ્સ (O2C) અને જિયો-બીપી

 ₹16,507 કરોડ (14.6% વૃદ્ધિ). ઊંચા ફ્યુઅલ માર્જિનને કારણે આ નફાકારકતા વધી છે. દેશભરમાં 2,125 પેટ્રોલ પંપ સાથે Jio-bp નેટવર્ક વિસ્તરી રહ્યું છે, જેના વોલ્યુમમાં 24% વધારો થયો છે.

નેતૃત્વના મંતવ્યો

મુકેશ ડી. અંબાણી (ચેરમેન, RIL): "રિલાયન્સ હવે AI અને ન્યૂ એનર્જી ક્ષેત્ર દ્વારા વેલ્યૂ ક્રિએશનના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે આ પરિવર્તનકારી ટેકનોલોજી ભારત અને વિશ્વ માટે ટકાઉ ઉકેલો પૂરા પાડશે.આકાશ એમ. અંબાણી (ચેરમેન, જિયો): અમારો હેતુ ભારતને માત્ર AI-સક્ષમ જ નહીં, પરંતુ AI-સશક્ત બનાવવાનો છે, જ્યાં દરેક નાગરિક AI સાધનોનો ઉપયોગ કરી શકે. ઈશા એમ. અંબાણી (ડાયરેક્ટર, રિટેલ): "સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવ દ્વારા અમે ગ્રાહકોની વફાદારી મજબૂત બનાવી રહ્યા છીએ અને ભારતીય રિટેલ ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: પરીક્ષા આપી પરત ફરતા વિદ્યાર્થીઓની ગાડીને ટેમ્પોએ મારી ટક્કર, 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા