android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad એરપોર્ટ પર એર ઈન્ડિયાનો મોટો ફેરફાર, 29 માર્ચથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભરશે

calendar_todayMarch 27, 2026

Ahmedabad એરપોર્ટ પર એર ઈન્ડિયાનો મોટો ફેરફાર, 29 માર્ચથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભરશે

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર મુસાફરી કરતા એર ઈન્ડિયાના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એર ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે, આગામી 29 માર્ચ 2026 થી તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટની કામગીરી ટર્મિનલ-1 (T1) પરથી ખસેડીને ટર્મિનલ-2 (T2) પર શિફ્ટ કરવામાં આવશે.

210 સાપ્તાહિક ફ્લાઈટ્સને થશે અસર

આ સ્થાનાંતરણ બાદ એર ઈન્ડિયાની અમદાવાદથી ઓપરેટ થતી તમામ 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ હવે ટર્મિનલ-2 પરથી જ સંચાલિત થશે. ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અગાઉથી જ ટર્મિનલ-2 પરથી કાર્યરત છે, હવે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને પ્રકારની કામગીરી એક જ ટર્મિનલ પરથી થશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ અને વધુ સારો એરપોર્ટ અનુભવ આપવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 49,000 ચોરસ મીટરમાં ફેલાયેલું ટર્મિનલ-2 ઘણી સુવિધાઓથી સજ્જ છે.

  • 52 ચેક-ઈન કાઉન્ટર અને સેલ્ફ-બેગેજ ડ્રોપ કિઓસ્ક
  • ડિજીયાત્રા કિઓસ્ક અને ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન ઈ-ગેટ્સ
  • વધુ ઈમિગ્રેશન કાઉન્ટર (ડિપાર્ચર માટે 17 અને અરાઇવલ માટે 22)
  • રિટેલ શોપિંગ અને ફૂડ એન્ડ બેવરેજીસ (F&B) ના વિશાળ વિકલ્પો

મુસાફરો માટે સૂચના

એર ઈન્ડિયાએ મુસાફરોને અસુવિધા ન થાય તે માટે SMS અને ઈ-મેઈલ દ્વારા જાણકારી આપવાનું શરૂ કરી દીધું છે. એરલાઈને મુસાફરોને સલાહ આપી છે કે, એરપોર્ટ પહોંચતા પહેલા પોતાના ટર્મિનલની વિગત ચોક્કસપણે ચકાસી લેવી જેથી છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન પડે. 29 માર્ચથી એર ઈન્ડિયાના તમામ આગમન અને પ્રસ્થાન ફક્ત ટર્મિનલ-2 પરથી જ થશે.


આ પણ વાંચો - Ahmedabad : 130 કરોડની કોર્પોરેટ લોનની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ