android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadની 3 શાળાઓને DEOની કારણદર્શક નોટિસ; કોઈ મંજૂરી વગર શાળાનું સ્થળ બદલવું પડ્યું ભારે!

calendar_todayOctober 27, 2026

Ahmedabadની 3 શાળાઓને DEOની કારણદર્શક નોટિસ; કોઈ મંજૂરી વગર શાળાનું સ્થળ બદલવું પડ્યું ભારે!

અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને નિયમો સાથે ચેડા કરતી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા સખત પગલાં લેવામાં આવ્યા છે.વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર શાળાનું સ્થળ બદલનાર ત્રણ ખાનગી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે અને તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

સરખેજ, રખિયાલ અને દાણીલીમડાની શાળાઓને નોટિસ

શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી અંતર્ગત સરખેજ વિસ્તારમાં આવેલી 'અલ હુદા સ્કૂલ', રખિયાલની 'અલ ફલાહ સ્કૂલ' તેમજ દાણીલીમડા વિસ્તારની 'શુફા સ્કૂલ' સામે નોટિસ આપવામાં આવી છે. આ શાળાઓ દ્વારા કોઈ સત્તાવાર મંજૂરી વિના જ અન્ય જગ્યાએ શાળાઓનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું હતું જે નિયમો વિરુદ્ધ છે.

DEO action against 3 schools in Ahmedabad

મંજૂર થયેલા સ્થળે જ શાળા ચલાવવા સ્પષ્ટ આદેશ

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ ત્રણેય શાળાઓના સંચાલકો પાસેથી તાત્કાલિક લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. સાથે જ તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે શાળાઓએ સરકાર દ્વારા માન્ય કે મંજૂર કરાયેલા મૂળ સ્થળ પર જ શૈક્ષણિક કાર્ય ચલાવવું પડશે, અન્યથા આગામી દિવસોમાં વધુ કાનૂની અને વહીવટી પગલાં લેવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો