android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadમાં સાયબર ઠગાઈનો નવો કિમિયો: ગેસ બિલ અપડેટના નામે ડૉક્ટર સાથે 4.51 લાખની છેતરપિંડી

calendar_todayOctober 24, 2026

Ahmedabadમાં સાયબર ઠગાઈનો નવો કિમિયો: ગેસ બિલ અપડેટના નામે ડૉક્ટર સાથે 4.51 લાખની છેતરપિંડી

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં તબીબને નિશાન બનાવીને સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સાયબર ઠગો દ્વારા અદાણી ગેસના નામે એક શંકાસ્પદ APK ફાઇલ મોકલીને આ છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો છે. આ બનાવથી તબીબી આલમમાં તેમજ સ્થાનિક વિસ્તારમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે.

APK ફાઇલ મોકલી ફોનનું રિમોટ એક્સેસ મેળવ્યું

સાયબર ઠગોએ ડૉક્ટર પ્રકાશ દરજીના ફોન પર અદાણી ગેસના બિલ કે અપડેટના નામે એક APK ફાઇલ મોકલી હતી. ડૉક્ટરે અજાણતામાં આ ફાઇલ ડાઉનલોડ કરતા જ ઠગોએ તેમના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લીધું હતું. ફોનનો કાબૂ મેળવ્યા બાદ ઠગોએ બેંક ખાતાની વિગતો મેળવીને તબીબના ખાતામાંથી કુલ રૂ.4,51,000 (ચાર લાખ એકાવન હજાર રૂપિયા) ની માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી હતી.

નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

ઠગાઈનો ભોગ બન્યાની જાણ થતાં જ ડૉક્ટર પ્રકાશ દરજી દ્વારા તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ માંભલે સાયબર ક્રાઈમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને નાણાં કયા બેંક ખાતામાં ટ્રાન્સફર થયા છે અને આ રેકેટ પાછળ કઈ ગેંગ સક્રિય છે તે અંગે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો