android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: નરોડામાં નકલી પોલીસ ફરી સક્રિય, રિક્ષા ચાલકને ધમકી આપી રૂ.40,000 લૂંટયા

calendar_todayJanuary 7, 2026

Ahmedabad: નરોડામાં નકલી પોલીસ ફરી સક્રિય, રિક્ષા ચાલકને ધમકી આપી રૂ.40,000 લૂંટયા

શહેરમાં ખાખી વર્દીને બદનામ કરતી અને સામાન્ય નાગરિકોને કાયદાનો ડર બતાવી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ હોય તેવી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી એક ગઠિયાએ રિક્ષા ચાલકને ખોટા કેસમાં ફ્સાવી દેવાની ધમકી આપી છ્સ્માંથી નાણાં પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

કુબેરનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ગણેશભાઈ મુતુસ્વામી મદ્રાસી સાથે આ છેતરપિંડી થઈ છે. ગત 28 ડિસે.ના રોજ બપોરે તેઓ પોતાની મોટરસાયકલ સાથે નરોડા બેઠક પાસે ઊભા હતા, તે સમયે એક શખ્સે આવીને પોતાની ઓળખ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. એટલું જ નહીં નકલી આઈ-કાર્ડની બતાવી ધાક જમાવી આરોપીએ આઈ-કાર્ડની એક ઝલક બતાવી ગણેશભાઈને દબાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં દસ્તાવેજોના બહાને ડરાવ્યા હતા, જેમાં મોટરસાયકલના વીમો અને PUC જેવા કાગળો ન હોવાથી આરોપીએ ગણેશભાઈને દારૂના ખોટા કેસમાં ફ્સાવી 'આજીવન કેદ' કરાવવાની ધમકી આપી હતી. આરોપી ગણેશભાઈને રિક્ષામાં બેસાડી નરોડા સુતરના કારખાના પાસેના ATM પર લઈ ગયો હતો અને બળજબરીથી રૂ.40,000 કઢાવીને તે લઈ ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર ગણેશભાઈએ શરૂઆતમાં ડરના માર્યા પરિવારને કંઈ જણાવ્યું નહોતું, પરંતુ ત્યારબાદ છેતરપિંડી થયાનું જાણ થતા તેમણે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે. ફરિયાદ કરનારના વર્ણનના આધારે સ્કેચ અને બાતમીદારોની મદદ લેવામાં આવી રહી છે. આ ગેંગમાં અન્ય કેટલા સભ્યો સામેલ છે તેની પણ તપાસ ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો