android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : સોલાની જમીન વેચવાના બહાને 41 કરોડની છેતરપિંડી, EOWએ આરોપીઓની કરી ધરપકડ

calendar_todayMarch 26, 2026

Ahmedabad : સોલાની જમીન વેચવાના બહાને 41 કરોડની છેતરપિંડી, EOWએ આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં જમીનના સોદાના નામે થતી છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં શહેરના સોલા વિસ્તારની એક કિંમતી જમીન વેચવાના બહાને 41 કરોડની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ સક્રિય થઈને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

કઈ રીતે આચરવામાં આવી ઠગાઈ?

મળતી વિગતો અનુસાર, આરોપીઓએ આંગડિયાના વેપારીને સોલા વિસ્તારની મોકાની જમીન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. આ સોદા પેટે વેપારી પાસેથી 41 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. છેતરપિંડીને અંજામ આપવા માટે આરોપીઓએ જમીન માલિકના નામની ખોટી પહોંચ પણ આપી હતી

આરોપીઓની ધરપકડ

જ્યારે વેપારીને જાણ થઈ કે જમીન હજુ પણ અસલ માલિકના નામે જ છે અને તેમને આપવામાં આવેલી પહોંચ બોગસ છે, ત્યારે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસના અંતે મિતેશ પટેલ, મોક્ષા પટેલ અને પ્રતિક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જે પૈકી પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો---    Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ