android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યમાં ગરમીનો પારો 44 સે.ડીગ્રીએ પહોંચ્યો

calendar_todayMay 11, 2026

Ahmedabad: અમદાવાદ ગ્રામ્યમાં ગરમીનો પારો 44 સે.ડીગ્રીએ પહોંચ્યો

હાલ વૈશાખ મહિનો ધોમધખતો તપ્યો છે અમદાવાદ શહેર સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં ભયંકર ગરમીથી સ્થાનિક લોકો, વાહનચાલકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. છેલ્લાં બે ત્રણ દિવસથી અમદાવાદ ગ્રામ્યનું લઘુત્તમ તાપમાન 28 થી 29 સે.ડીગ્રી જ્યારે ગુરુત્તમ તાપમાન 44 ડીગ્રી ગરમી નોંધાઈ રહી છે. સવારના બે ત્રણ રાહત રહે છે પરંતુ બપોર ચડતાની સાથે જ જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં હોય તેવી ગરમી ભયંકર ગરમીથી માંડલ અને ગ્રામ્ય પંથકના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતીના કામે અથવા ખરીદી કરવા કે અન્ય કોઈ સરકારી કામકાજ માટે સવારે તાલુકા મથક માંડલ ખાતે આવે છે અને બપોરે 11 કલાકે કામકાજ પુર્ણ કરીને વહેલાં ઘરે જવાનું અત્યારે વધારે પસંદ કરે છે ત્યારે બપોરના સમયે માંડલ નગરમાં પણ દુકાનદારો,વેપારીઓ ગરમીથી ત્રસ્ત બની આરામ લઈ રહ્યાં હોય છે, બપોરે ઘરે જમ્યા પછી અનેક દુકાનદારો સાંજના 4 વાગ્યા સુધી દુકાને આવતાં નથી તેઓ ઘરે આરામ કરી ઠંડો પહોર થાય પછી બહાર નીકળી રહ્યાં હોય છે. ત્યારે તાજેતરમાં ચુંટણી પુર્ણ થઈ હોવાને લઈ હજુ સરકારી ઓફિસોમાં પણ કામકાજની પીકઅપ આવી નથી, ખેડુતો-જમીનોના કામકાજ પણ હાલ ઓછા થયાં છે, વકીલો અને અન્ય ઓફિસના લોકો પણ ગરમીની અંદર ઓફિસે એ.સીમાં રહેવાનું વધારે પસંદ કરતાં હોય છે. ભયંકર ગરમી વચ્ચે માંડલવાસીઓ શેરડીનો રસ, કોલ્ડ્રીંગ્સ, છાશ,કેરીનો રસ,લીંબુ શરબત, તરબુચ જેવા ઠંડાપીણાનો સહારો લઈ રહ્યાં છે. વૃદ્ધો-બાળકોની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. માંડલમાં બપોરના સમયે ગરમીનો પારો 41 થી 44 ડીગ્રી પહોંચી જાય છે એવા અરસામાં રોડ-રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો