calendar_todayJanuary 29, 2026
Ahmedabad : નવા નરોડાની આર પી વસાણી સ્કૂલને 5 લાખનો દંડ, શાળાએ દરખાસ્ત વગર ફી વસૂલતા FRCએ દંડ ફટકાર્યો
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી આર.પી. વસાણી સ્કૂલને ફી વસુલાત નીતિના ઉલ્લંઘન માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા 5 લાખ રૂપિયાનું દંડ ફટકારાયોછે.
ફી મંજૂર ન કરાવી છતા વધુ ફી વસુલી
માહિતી અનુસાર, સ્કૂલે વર્ષ 2024-25 માટે ફી મંજુર નથી કરાવી, છતાં વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસુલ કરવામાં આવી હતી.
જરૂરી મંજુરી વગર ફી વસુલ કરવી તે ગેરકાયદેસર
નોંધનીય છે કે, શાળાને વર્ષ 2023-24 માટે ફી મંજુર કરી દેવામાં આવી હતી, પરંતુ નવું વર્ષ શરૂ થતા અગાઉ જરૂરી મંજુરી વગર ફી વસુલ કરવી તે ગેરકાયદેસર છે. શાળાએ દરખાસ્ત વગર ફી વસૂલતા FRCએ દંડ ફટકાર્યો હતો
FRC દ્વારા સુનાવણી કરવામાં આવી હતી
પરિસ્થિતિ સામે આવતાં FRC દ્વારા સુનાવણી કરવામાં આવી હતી ત્યારબાદ સુનાવણીમાં જ શાળાને 5 લાખનો દંડ ફટકારાયો છે, જે શાળાએ જમા કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો---- Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું