android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : 5વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં મહત્વનો ચૂકાદો, HCએ આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી

calendar_todayMarch 14, 2026

Ahmedabad : 5વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં મહત્વનો ચૂકાદો, HCએ આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી

ભરૂચ જિલ્લાના એક ગંભીર ગુના કેસમાં, જ્યાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો, તેમા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી છે અને હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી.

આરોપીએ પોતે સગીર હોવાનો દાવો કર્યો હતો


માહિતી મુજબ, આરોપીને કોર્ટે આજીવન સજા ફટકારેલી હતી. જો કે આરોપીએ પોતે સગીર હોવાનો દાવો કર્યો હતો, અને ખોટું સર્ટિફિકેટ રજૂ કરી સજા ઓછી કરવા પ્રયત્ન કર્યો હતો.

કોર્ટે દાવા ફગાવ્યા


જો કે તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આરોપીના દાવાઓને ફગાવી દીધા હતા અને આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી હતી.