android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadના મોટેરામાં વૃદ્ધ દંપતીનો 60 લાખનો ફ્લેટ પચાવી પાડનાર 4 ભાડુઆતો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

calendar_todayOctober 25, 2026

Ahmedabadના મોટેરામાં વૃદ્ધ દંપતીનો 60 લાખનો ફ્લેટ પચાવી પાડનાર 4 ભાડુઆતો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

અમદાવાદના મોટેરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીનો અંદાજે રૂપિયા 60 લાખની કિંમતનો ફ્લેટ કેટલાક ભાડુઆતો દ્વારા બળજબરીપૂર્વક પચાવી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લેટ ભાડે રાખ્યા બાદ 11 મહિનાના કરારની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ભાડુઆતોએ મકાન ખાલી કર્યું ન હતું. એટલું જ નહીં, એપ્રિલ 2024થી ભાડું ચૂકવવાનું પણ સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું, જેના કારણે વૃદ્ધ દંપતીનું કુલ રૂપિયા 5.85 લાખ જેટલું માતબર ભાડું બાકી નીકળતું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.

'પગ તોડી નાખવાની' અને ખોટી ફરિયાદો કરવાની ધમકી

ફ્લેટ ખાલી કરવા બાબતે જ્યારે વૃદ્ધ દંપતીએ અને તેમના વકીલે કાયદેસરની નોટિસ આપીને માલિકી હક મુજબ મકાન ખાલી કરવાનું કહ્યું, ત્યારે આરોપીઓએ ફ્લેટ ખાલી કરવાના બદલે ઉલટાનું દંપતીને જાનથી મારી નાખવાની, પગ તોડી નાખવાની અને આબરૂ આબરૂ ડૂબાડીને ખોટી ફોજદારી ફરિયાદોમાં ફસાવી દેવાની ભયાનક ધમકીઓ આપી હતી. આટલું જ પૂરતું ન હોય તેમ, ભાડુઆતોએ ઘરની અંદર રહેલા કિંમતી ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓને ભારે તોડફોડ કરીને અંદાજે રૂપિયા 4.68 લાખનું આર્થિક નુકસાન પણ પહોંચાડ્યું હતું.

પોલીસે ચાર ભાડુઆતો સામે ગુનો નોંધ્યો

આ સમગ્ર પ્રકરણ અંગે પીડિત વૃદ્ધ દંપતી દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરના કડક આદેશ અને મંજૂરી બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ભાડુઆત મહિલા તેમજ અન્ય ત્રણ શખ્સો અનુક્રમે સંજય, ધનંજય અને મૃત્યુંજય એમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ (જમીન આંચકી કાયદો) તેમજ ધમકી અને નુકસાન પહોંચાડવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો