android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: જમાલપુરમાં માનવતા શર્મસાર, 7 વર્ષના માસૂમ સાથે 21 વર્ષના યુવકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

calendar_todayFebruary 7, 2026

Ahmedabad: જમાલપુરમાં માનવતા શર્મસાર, 7 વર્ષના માસૂમ સાથે 21 વર્ષના યુવકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક 21 વર્ષીય યુવકે માત્ર 7 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.

જમાલપુરમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

મળતી માહિતી મુજબ, જમાલપુર વિસ્તારમાં રહેતા એક શખ્સે નિર્દોષ બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. 21 વર્ષના આરોપીએ 1 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું ગંભીર કૃત્ય આચરીને માનવતાના તમામ સીમાડા ઓળંગી દીધા હતા. જ્યારે આ બાબતની જાણ બાળકના પરિવારજનોને થઈ, ત્યારે તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તાત્કાલિક હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસની ત્વરિત કાર્યવાહી

આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ 21 વર્ષીય આરોપીને દબોચી લીધો હતો.

આ પણ વાંચો: Ahmedabad News : ચેક રિટર્નના કેસમાં નવી સુવિધા, કોર્ટમાં પેમેન્ટ કરી મેળવો છૂટકારો, QR કોડ સ્કેન કરી નાણા ચૂકવી શકાશે