android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : અમરેલી લેટરકાંડમાં જાહેરમાં સરઘસને માનવ અધિકાર ઉલ્લંઘન ગણાવી પાયલ ગોટીને 7.50 લાખ વળતરનો આદેશ

calendar_todaySeptember 2, 2026

Ahmedabad : અમરેલી લેટરકાંડમાં જાહેરમાં સરઘસને માનવ અધિકાર ઉલ્લંઘન ગણાવી પાયલ ગોટીને 7.50 લાખ વળતરનો આદેશ

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ બાદ જાહેરમાં સરઘસ કાઢવાના મામલે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા આ સમગ્ર ઘટનાને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાવવામાં આવી છે. મામલે હિયરિંગ બાદ ગુજરાત સરકારને પાયલ ગોટીને 7.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

3 જજની બેન્ચ સમક્ષ થઈ સુનાવણી

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની 3 જજની બેન્ચ સમક્ષ સમગ્ર મામલે હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી. પાયલ ગોટીની ધરપકડ અને ત્યારબાદ જાહેરમાં સરઘસ કાઢવાની ઘટનાને લઈને માનવ અધિકારના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

જાહેરમાં સરઘસને માનવ અધિકાર ઉલ્લંઘન ગણાવ્યું

સુનાવણી બાદ પાયલ ગોટીની ધરપકડ અને જાહેરમાં સરઘસ કાઢવાની કાર્યવાહીને માનવ અધિકારના ઉલ્લંઘન સાથે જોડવામાં આવી છે. આ મામલે થયેલા માનવ અધિકારના ઉલ્લંઘન બદલ ગુજરાત સરકારને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

7.50 લાખ વળતર ચૂકવવાનો આદેશ

NHRC દ્વારા ગુજરાત સરકારને પાયલ ગોટીને 7.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને જાહેરમાં સરઘસ કાઢવાના મામલે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આદેશ બાદ સમગ્ર ઘટનાક્રમ ફરી ચર્ચામાં આવ્યો છે.  ટ


આ પણ વાંચો   :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ