android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadમાં સવારે 8 થી 10 સાયરન ટેસ્ટિંગ કરાયું, 5 કિમી સુધી સાયરનનો અવાજ સંભળાયો, જુઓ Video

calendar_todayMarch 7, 2026

Ahmedabadમાં સવારે 8 થી 10 સાયરન ટેસ્ટિંગ કરાયું, 5 કિમી સુધી સાયરનનો અવાજ સંભળાયો, જુઓ Video

5 કિમી સુધી સાયરનનો અવાજ સંભળાયો છે અને સાયરનના નવા મશીનનું કરાયું ટેસ્ટીંગ, અમદાવાદીઓ ડરશો નહીં સાયરન ફક્ત ટેસ્ટિંગ માટે છે, અમદાવાદીઓને સાયરનથી અફવા કે ડરમાં ન આવવા તંત્રની અપીલ કરાઈ હતી.

સાયરનનો અવાજ લગભગ 5 કિલોમીટર સુધી સંભળાય છે

લાલ દરવાજા વિસ્તારમાં અથવા તેની આસપાસ રહેતા કે કામ કરતા નાગરિકોને નિર્ધારિત સમય દરમિયાન સાયરન સાંભળીને ગભરાવાની જરૂર નથી તેવી સલાહ આપવામાં આવી હતી. પાટણ શહેર અને 42 સરહદી ગામો સાયરનથી સજ્જ પાટણ શહેરમાં પણ આપત્તિ કે યુદ્ધ જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં લોકોને ઝડપી ચેતવણી મળી રહે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા અંદાજે રૂ.1 લાખના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં 8 સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. તેમાંમાંથી ચાર હેવી સાયરન જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો અવાજ લગભગ 5 કિલોમીટર સુધી સંભળાય છે.

જાખોત્રા અને અહેવાલ ગામમાં સાયરન ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા છે

કુલ 12 સાયરન દ્વારા યુદ્ધ, કુદરતી આપત્તિ, આગ કે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક એલર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સાંતલપુર પંથકના આશરે 42 જેટલા સરહદી ગામોમાં તંત્ર દ્વારા સાયરન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ફાંગલી ગામમાં મંદિર ઉપર સાયરન લગાવવામાં આવ્યું છે, જ્યારે જાખોત્રા અને અહેવાલ ગામમાં સાયરન ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા છે.


આ પણ વાંચો : Suratમાં પૂજાની સામગ્રી સાથે પરિવારે કેનાલમાં ભૂલથી 2 લાખ પધરાવ્યા, જુઓ Video