calendar_todayJanuary 5, 2026
Ahmedabad: ઇસનપુરમાં બંધ ઘરમાંથી ચોર 9.13 લાખની મતા ચોરી ફરાર
ઇસનપુરમાં રહેતા વૃદ્ધ દંપતી અંબાજી દર્શન કરવા માટે ગયા હતા. તેઓ બીજા દિવસે પાછા આવી રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીના ચેરમને ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરમાં ચોરી થઇ છે.
બાદમાં વૃદ્ધ દંપતીએ ઘરે પહોંચીને જોતા અંદરના રૂમની તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત કુલ રૂ.9.13 લાખની મત્તાની તસ્કરો ચોરી કરી ફ્રાર થયા છે. આ અંગે ઇસનપુર પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
ઇસનપુરમાં રત્નદીપ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દિલીપકુમાર ઠક્કર એલ.આઈ.સી એજન્ટ છે. ગત 3 જાન્યુઆરીએ તેમની પત્ની અને ડ્રાઈવર સાથે અંબાજી ગયા હતા. બીજા દિવસે સવારે પરત ઘરે આવતા હતા તે સમયે સોસાયટીના ચેરમેનનો તેમની પર ફોન આવ્યો અને જણાવ્યું કે તમારા ઘરે કામ કરવા આવતી મહિલાએ કહ્યું કે, ઘરનું તાળું તૂટેલી હાલતમાં છે. ઘરે આવ્યા બાદ જોયું તો મેઈન દરવાજાનું તાળું તૂટેલું હતું. અને ઘરની અંદર રહેલો સામાન વેર-વિખેર હાલતમાં હતો. આથી પોલીસને જાણ કરતા ઇસનપુર પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરતા માલુમ પડયું કે ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત કુલ રૂ 9.13 લાખની મત્તાની ચોરી થઈ છે. આ અંગે દિલીપકુમારે અજાણ્યા ચોર સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો