calendar_todayJanuary 18, 2026
Ahmedabadમાં AAPના સંમેલન પહેલાં મોટો વિવાદ, કાર્યક્રમ સ્થળે "રાજકીય પ્રોગ્રામ નથી" તેવા પોસ્ટર લાગ્યા, જુઓ Video
કાર્યક્રમ સ્થળ પર કોઈ ન આવે તે માટે લગાવાયા બોર્ડ અને કાર્યક્રમ સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, AAP કાર્યક્રમના બેનર પણ હટાવતા વિવાદ વકર્યો છે અને AAPના સંયોજક કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે, AAP પાર્ટીના બુથ કાર્યકરોનું સંમેલન નિકોલમાં યોજાશે.
AAPના બુથ કાર્યકર્તા સંમેલનનું સ્થળ બદલાયું
લોદરિયાલ ગામે બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, સાણંદ - બાવળા રોડ પર યોજાશે બુથ કાર્યકર્તા સંમેલન યોજાઈ શકે છે, અગાઉ નરોડા - નિકોલમાં યોજાવાનું હતું સંમેલન અને અચાનક જ બુથ કાર્યકર્તા સંમેલનનું સ્થળ બદલાયું છે અને સંમેલનમાં AAP સંયોજક કેજરીવાલ રહેશે હાજર, ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, 25 દિવસ પહેલા કાર્યક્રમની રૂપરેખા તૈયાર હતી.
પાર્ટી પ્લોટ બુક કરવામાં આવ્યો હતો: ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, કાલે ભાજપે ગુંડાગીરી કરી તાનાશાહી બતાવી હતી અને ‘નવી પાર્ટીનાં કાર્યક્રમ રોકવા તાનાશાહી કરવી પડે છે' ‘ગઈકાલે પાર્ટી પ્લોટનાં માલિકને ધમકીઓ આપી હતી', 2 લાખથી વધારે ભાડું એડવાન્સ આપ્યું હતું :ઈટાલિયા, ‘અત્યારે પોલીસ મોકલી લોકોમાં ભય ફેલાવવા પ્રયાસ કર્યો.