android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: AMC દ્વારા ઉત્તર ઝોનમાં 241 એકમોને નોટિસ

calendar_todayJanuary 2, 2026

Ahmedabad: AMC દ્વારા ઉત્તર ઝોનમાં 241 એકમોને નોટિસ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તહેવારો વચ્ચે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને તેનો સંગ્રહ કરનારા તેમજ વેચાણ કરનારા એકમો સામે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જેની સાથે જ ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ તેમજ વેચાણ કરાનારા 241 એકમોને નોટિસ ફટકારીને રૂ.1,02,292 નો દંડ વસુલવામાં આવ્યો છે. આ માટે વિવિધ પાનની દુકાનો, ચાની લારીઓ તેમજ ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી કરી છે. આ માટે ડસ્ટબીન ન રાખતા અને પ્લાસ્ટિકો ઉપયોગ કરતાં 10.9 કિ.ગ્રા પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે એક એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો