android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : પાણીજન્ય રોગચાળો અટકાવવા AMCની કડક કાર્યવાહી, 424 લારીઓને નોટિસ ઈશ્યૂ કરી દંડ ફટકારાયો

calendar_todayJanuary 28, 2026

Ahmedabad : પાણીજન્ય રોગચાળો અટકાવવા AMCની કડક કાર્યવાહી, 424 લારીઓને નોટિસ ઈશ્યૂ કરી દંડ ફટકારાયો

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આરોગ્ય વિભાગ મારફતે વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ક્લોરિન ડોઝર વગર પાણી પુરવઠો કરતા 15 વોટર સપ્લાયર એકમો સીલ

આ કાર્યવાહી અંતર્ગત ક્લોરિન ડોઝર વગર પાણી પુરવઠો કરતા 15 વોટર સપ્લાયર એકમોને સીલ કરવામાં આવ્યા છે.

1758 પાણીપુરી અને સ્ટ્રીટ ફૂડની લારીઓની તપાસ

AMCની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 1758 પાણીપુરી અને સ્ટ્રીટ ફૂડની લારીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા કડક પગલાં લેવામાં આવ્યા હતા.

નિયમોનું પાલન ન કરનારી 424 લારીઓને નોટિસ

કાર્યવાહી દરમિયાન કુલ 1013 અખાદ્ય પદાર્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ સંબંધિત વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોનું પાલન ન કરનારી 424 લારીઓને નોટિસ ઇશ્યૂ કરી દંડ વસૂલવામાં આવ્યો છે.

આવી તપાસો સતત ચાલુ રહેશે

મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં ડાયરીયા, ટાઇફોઇડ અને અન્ય પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આવી તપાસો સતત ચાલુ રહેશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ખુલ્લા ખાદ્યપદાર્થો લેતા પહેલા સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન રાખે અને માત્ર પ્રમાણિત સ્ત્રોતમાંથી જ પાણીનો ઉપયોગ કરે.


આ પણ વાંચો----    Baramati Plane Crash : 6 વર્ષ પહેલાં ભારતીય રાજકારણમાં અજિત પવારે એવો ખળભળાટ મચાવેલો કે રાજકીય પંડિતો પણ ગોથું ખાઇ ગયેલા, વાંચો રસપ્રદ કિસ્સો