android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: AMCની વ્યાજ માફી યોજનાનો પ્રારંભ 7 દિવસમાં 10.66 કરોડની વસૂલાત

calendar_todayJanuary 7, 2026

Ahmedabad: AMCની વ્યાજ માફી યોજનાનો પ્રારંભ 7 દિવસમાં 10.66 કરોડની વસૂલાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે જાહેર કરવામાં આવેલી 'વ્યાજ માફી યોજના'ને અમદાવાદીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે.

1 જાન્યુઆરી 2026થી શરૂ થયેલી આ યોજનાના માત્ર પ્રથમ સાત દિવસમાં જ પૂર્વમાં આવેલા ચાર ઝોનમાં 14,976 કરદાતાઓએ કુલ રૂ. 10.66 કરોડનો વેરો જમા કરાવીને વ્યાજ માફીનો લાભ લીધો છે. કોર્પોરેશનના ડેટા મુજબ, પૂર્વ ઝોનમાં સૌથી વધુ 4,803 કરદાતાઓએ વેરો ભર્યો છે. જ્યારે નાણાકીય દૃષ્ટિએ મધ્ય ઝોન રૂ. 3.60 કરોડની વસૂલાત સાથે મોખરે રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પણ નોંધપાત્ર વસૂલાત જોવા મળી છે.

મધ્ય ઝોનમાં 2380 કરદાતાઓએ રૂ.3.60 કરોડ, ઉત્તર ઝોનમાં 3243 કરદાતાઓએ રૂ.1.76 કરોડ, દક્ષિણ ઝોનમાં 4550 કરદાતાઓએ રૂ.2.40 કરોડ, પૂર્વ ઝોનમાં 4803 કરદાતાઓએ રૂ.2.90 કરોડ, આમ કુલ 4 ઝોનમાં 14976 કરદાતાઓએરૂ.10.66 કરોડનો મિલકત વેરો ભર્યો છે. આ યોજનામાં જૂની ફેર્મ્યુલા/ચાલી-ઝૂંપડા સાથે રહેણાંક અને કોમર્શિયલ બંનેમાં 100% વ્યાજ માફી (31 માર્ચ સુધી). નવી ફેર્મ્યુલા (રહેણાંક)માં જાન્યુઆરીમાં 85%, ફેબ્રુઆરીમાં 80% અને માર્ચમાં 75% માફી મળશે.

તો નવી ફેર્મ્યુલા (બિન-રહેણાંક)માં જાન્યુઆરીમાં 65%, ફેબ્રુઆરીમાં 60% અને માર્ચમાં 50% માફી રહેશે. આ યોજના માત્ર બાકી વેરા પર લાગુ છે, વર્ષ 2025-26ના ચાલુ વેરા પર આ રિબેટનો લાભ મળશે નહીં. AMCના આ આક્રમક અભિગમથી કોર્પોરેશનની તિજોરી છલકાઈ રહી છે અને વર્ષોથી બાકી ટેક્સના ડુંગર નીચે દબાયેલા મધ્યમ વર્ગના પરિવારોને મોટી આર્થિક રાહત મળી રહી છે. જેમ જેમ દિવસો જશે તેમ વ્યાજ માફીની ટકાવારી ઘટતી હોવાથી આગામી દિવસોમાં ટેક્સ બારીઓ પરભારે ધસારો જોવા મળી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો