android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: AMCના સ્વિમિંગ પૂલ હવે રાત્રે 8:30 સુધી ખુલ્લા રહેશે, લોકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય

calendar_todayJanuary 30, 2026

Ahmedabad: AMCના સ્વિમિંગ પૂલ હવે રાત્રે 8:30 સુધી ખુલ્લા રહેશે, લોકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય

શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ લોકો ઠંડક મેળવવા માટે સ્વિમિંગ પૂલ તરફ વળતા હોય છે. નાગરિકોની વધતી જતી માંગ અને ભારે ધસારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્વિમિંગ પૂલના સમયમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્વિમિંગ પૂલના સમયમાં એક કલાકનો વધારો

હાલના નિયમ મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મ્યુનિસિપલ સ્વિમિંગ પૂલ સાંજે 7:30 કલાકે બંધ કરી દેવામાં આવે છે. જોકે, ઉનાળામાં મોડી સાંજ સુધી ગરમીનું પ્રમાણ રહેતું હોવાથી અને નોકરી-ધંધાથી પરવારીને આવતા લોકોની સુવિધા માટે હવે આ સમય લંબાવીને રાત્રે 8:30 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

વધતી માંગને પગલે લેવાયો નિર્ણય

AMC સંચાલિત સ્વિમિંગ પૂલમાં સભ્યોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન વેકેશન અને ગરમીને કારણે સ્વિમિંગ પૂલનો વપરાશ અને માંગ અનેકગણી વધી જાય છે. પૂલ પર થતી ભીડને નિયંત્રિત કરવા અને વધુમાં વધુ નાગરિકો સ્વિમિંગનો લાભ લઈ શકે તે હેતુથી વહીવટીતંત્રે આ સમયમાં ફેરફાર કર્યો છે.

આ પણ વાંચો: સેટેલાઇટમાં ડૉક્ટરના બંધ બંગલામાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા તસ્કરોને ઝડપ્યા